1. દેશમાં બારમી આધારભૂત પર્વતીય વિકાસ પરિષદનું આયોજન ક્યાં થયું હતું?
(અ) દેહરાદુન (બ) શિમલા (ક) ગેંગટોક (ડ) લદ્દાખ
2. નીચે પૈકી કયા રાજ્યમાં અમરાબાદ ટાઈગર રીઝર્વ આવેલો છે?
(અ) તેલંગણ (બ) ઓડિશા (ક) ઝારખંડ (ડ) મહારાષ્ટ્ર
3. સોઈલિફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને થારના રણમાં ઘઉંની ખેતીનો સૌપ્રથમ સફળ પ્રયોગ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો?
(અ) બનારસ હિન્દુ યુનિવર્સિટી
(બ) પંજાબ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી
(ક) સેન્ટ્રલ સોઈલ સેલિનિટી રિસર્ચ ઈન્સ્ટિટયુટ
(ડ) સેન્ટ્રલ યુનિવર્સિટી, રાજ્સ્થાન
4. વિશ્વ પ્રવાસ દિવસ-2025નો થીમ કયો છે?
(અ) પ્રવાસન અને સાંસ્કૃતિક વારસો
(બ) પ્રવાસન અને ડિજિટલ સંશોધન
(ક) પ્રવાસન અને આધારભૂત પરિવર્તન
(ડ) પ્રવાસન અને આર્થિક વિકાસ
5. નીચે પૈકી કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પારિતોષિક- NGA સ્થાપવામાં આવ્યો છે?
(અ) વિજ્ઞાન-પ્રોદ્યોગિકી મંત્રાલય (બ) ખાણ મંત્રાલય
(ક) નાણાં મંત્રાલય (ડ) ગૃહ બાબતોના મંત્રાલય
6. વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસ 2025નો થીમ કયો છે?
(અ) સલામત જળ, તંદુરસ્ત લોકો (બ) એક આરોગ્ય, એક પૃથ્વી
(ક) સ્વચ્છ હવા, તંદુરસ્ત લોકો (ડ) બહેતર ભાવિ માટે કચરાનું વ્યવસ્થાપન
7. ભારતના પહેલા ડુગોંગ કન્ઝર્વેશન રીઝર્વ માટે દેશના નીચે પૈકીના કયા પ્રદેશની ઓળખ કરાઈ છે?
(અ) તામિલનાડુના પાલ્કના અખાતની (બ) આંધ્ર પ્રદેશના પુલિકટ તળાવની
(ક) ઓડિશાના ચિલ્કા લેકની (ડ) આ પૈકી એકેય નહીં
1. (અ) દેહરાદુન, 2. (અ) તેલંગણ, 3. (ડ) સેન્ટ્રલ યુનિવર્સિટી, રાજ્સ્થાન, 4. (ક) પ્રવાસન અને આધારભૂત પરિવર્તન , 5. (બ) ખાણ મંત્રાલય, 6. (ક) સ્વચ્છ હવા, તંદુરસ્ત લોકા, 7. (અ) તામિલનાડુના પાલ્કના અખાતની










