NTPC માઈનિંગ લિમિટેડ દ્વારા એક્ઝિક્યુટીવ અને આસિસ્ટન્ટ માઈન સર્વેયરના પદો પર ભરતી માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો NTPCમાં એક્ઝિક્યુટીવ અથવા આસિસ્ટન્ટ માઈન સર્વેયરના પદો પર નોકરી મેળવવા માંગતા હોય તેઓ સત્તાવાર વેબસાઈટ પર જઈને આ પદો પર અરજી કરી શકશે. આ ભરતી પરીક્ષા દ્વારા કુલ 21 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ગત 27 ઓક્ટોબરથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 15મી નવેમ્બર, 2025 સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે.
વયમર્યાદા :
એક્ઝિક્યુટીવ (ફાઈનાન્સ)ના પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની વય 30 વર્ષ, એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટમાં એક્ઝિક્યુટીવના પદો પર ઉમેદવારોની વય 35 વર્ષ અને આસિસ્ટન્ટ માઈન સર્વેયરના પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની વય 40 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. OBC ઉમેદવારોને 3 વર્ષની, SC-STઉમેદવારોને 5 વર્ષની તેમજ દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.
પગાર કેટલો મળે?
એક્ઝિક્યુટીવ (ફાઈનાન્સ અને એન્વાયર્નમેન્ટલ-) ના પદો માટે પસંદગી પામેલા ઉમેદવારોને પ્રતિમાસ 71,000 રૂપિયા જ્યારે આસિસ્ટન્ટ માઈન સર્વેયરના પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને પ્રતિમાસ 60,000 રૂપિયા પગાર આપવામાં આવશે.
શૈક્ષણિક યોગ્યતા કેટલી હોવી જોઈએ?
એક્ઝિક્યુટીવ (ફાઈનાન્સ)ના પદ પર અરજી કરવા માટે કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થાન કે સ્નાતકની ડિગ્રી મેળવી હોય કે પછી CAકે CMAની ડિગ્રી મેળવી હોવી જોઈએ.
આસિસ્ટન્ટ માઈન સર્વેક્ષકના પદ માટે અરજી કરવા ઉમેદવારોએ માઈન સર્વે, માઈનિંગ કે સિવિલ એન્જિનિયરીંગ ડિપ્લોમા પાસ કર્યું હોવું જોઈએ.
પસંદગી કેવી રીતે થશે?
CBTપરીક્ષાનું આયોજન બે ભાગમાં કરવામાં આવશે. પહેલા પેપરમાં ઉમેદવારોને સંબંધિત વિષયમાંથી 80 સવાલ પૂછવામાં આવશે. બીજા પેપરમાં ઉમેદવારોને સામાન્ય જ્ઞાન, રિઝનિંગ અને ડેટા ઈન્ટરપ્રિટેશન જેવા વિષયોમાંથી કુલ 40 બહુવિકલ્પ પ્રકારના સવાલ પૂછવામાં આવશે. પરીક્ષાનો સમય બે કલાક નિયત કરવામાં આવ્યો છે, જેમાં એક ચતૃર્થાંશ માર્ક નેગેટિવ ગણવામાં આવે છે.