જૂથ Y અંતર્ગત કરવામાં આવતી ભરતી માટે લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે


યોગ્યતા અને માપદંડ

આ ભરતીમાં એરમેનના પદો પર અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 12મું ઈન્ટરમિડિયેટ કે તેને સમકક્ષ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી તેમજ અંગ્રેજી જેવા વિષયો સાથે પાસ કર્યું હોવું જોઈએ. ઉમેદવારે અંગ્રેજી વિષયમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ. આ સાથે જ મેડિકલ આસિસ્ટન્ટના પદો પર અરજી કરવા માટે ઉમેદવારનો જન્મ બીજી જાન્યુઆરી, 2025થી પહેલા તેમજ બીજી જાન્યુઆરી, 2009 પછી થયો હોવો જોઈએ નહીં. આ ઉપરાંત ડિપ્લોમા-બીએસસી ઈન ફાર્મસીના પદો માટે ઉમેદવારની ઉંમર 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કેટલી ફી ભરવાની?

આ ભરતીમાં અરજીપત્ર ભરવાની સાથે તમામ વર્ગના ઉમેદવારોએ 550 રૂપિયા સાથે GST ની અલગથી ચૂકવણી કરવાની રહેશે. યાદ રહે કે ફોર્મ ભરવા સાથે ફી અચૂક જમા કરવી. ફી ભર્યા વિનાના ફોર્મ આપોઆપ રદ ગણાશે. અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકાય છે.

અરજી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું. વેબસાઈટના હોમપેજ પર પહેલાં ભરતીને લગતી સંબંધિત લિંક પર ક્લિક કરવું. ત્યારબાદ નવા પેજ પર પહેલા રજીસ્ટર બટન પર ક્લિક કરીને માંગેલી માહિતી ભરવી. રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારે લોગઈન કરીને ક્લિક કરીને અન્ય માંગેલી માહિતી ભરી દેવી. આખરે વર્ગ અનુસાર નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવું તેમજ તેની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખવી.


  • Follow us on: