ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશન યાને DRDO દ્વારા DRDO CEPTAM11 ની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો સિનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ- B યાને STA-B અને ટેક્નિશિયન- A (Tech-A) ના પદો પર નોકરી કરવા માંગતા હોય તેઓ આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. યાદ રહે કે, આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 764 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમાં સિનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ-B, માટે કુલ 561 પદ અને Tech-A માટે 203 પદ અનામત રાખવામાં આવ્યા છે. ઈચ્છા ધરાવતા યોગ્ય ઉમેદવારો DRDO ની સત્તાવાર વેબસાઈટ www.drd.gv.in પર જઈને 01 જાન્યુઆરી, 2026 સુધી અરજી કરી શકે છે.


અરજી માટે

મહત્ત્વની તારીખો

અરજી પ્રક્રિયા 11મી ડિસેમ્બરથી શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારો આ પદો માટે 1 જાન્યુઆરી સુધી અરજી કરી શકે. આ ઉપરાંત ઉમેદવારો 3 જાન્યુઆરી, રાત્રીના 11:55 સુધી ફી ભરી શકાશે. સાથે જ ઉમેદવારોએ 04 જાન્યુઆરીથી માંડીને 06 જાન્યુઆરી વચ્ચે ફોર્મમાં સુધારા માટેનો સમય આપવામાં આવશે.

પગારધોરણ

સિનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ-મ્ ના પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને માસિક 35,400 રૂપિયાથી માંડીને 1,12,400 રૂપિયા પ્રતિમાસ પગાર મળશે. આ ઉપરાંત ટેક્નિશિયન-Bના પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને પ્રતિમાસ 19,900 રૂપિયાથી માંડીને 63,200 રૂપિયા પ્રતિમાસ પગાર મળશે.

અરજી કરવા જરૂરી યોગ્યતાઃ

સિનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ-મ્ના પદો માટે અરજી કરવા ઉમેદવારો પાસે BSc ની ડિગ્રી કે પછી ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ, કેમિકલ એન્જિનિયરીંગ, સિવિલ એન્જિનિયરીંગ વગેરે વિષયમાં ડિપ્લોમા પાસ કર્યું હોવું જોઈએ. સાથે જ ટેક્નિશિયન-છ ના પદો પર અરજી કરવા માટે ઉમેદવારે ભારતની કોઈપણ માન્યતાપ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ, અથવા ઉમેદવાર પાસે ITI નું સર્ટિફિકેટ હોવું જોઈએ.

વયમર્યાદા

ઉમેદવારોની વયગણના 01 જાન્યુઆરી, 2026ના આધારે કરવામાં આવશે. ઉમેદવારોની વય 18 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ પણ આપવામાં આવશે.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/supplement


  • Follow us on: