શિલ્પા શેટ્ટી

બોલિવૂડમાં સૌથી ફિટ એન્ડ ફાઇન સેલિબ્રિટીમાં શિલ્પા શેટ્ટી પહેલી હરોળમાં આવે છે. પચાસ વર્ષ વટાવ્યાં છતાં પણ તેઓ હજી યુવાનોને શરમાવે તેવી બોડી ધરાવે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, મેં યોગની શરૂઆત મારા પીઠ દર્દને રાહત મળે એ હેતુથી કરી હતી. જોકે, મને આગળ જતાં યોગ દ્વારા ઘણા લાભ થયા અને મેં યોગને વધુ મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. અલબત્ત, મેં તો યોગને જ મારો ફિટનેસ મંત્ર માન્યો છે અને યોગ મારા ડેઇલી રૂટિનમાં પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી જ્યારે ગર્ભવતી હતાં ત્યારે પણ યોગ કરતાં હતાં. તેમના ફેવરિટ યોગમાં `અષ્ટાંગ યોગનો' સમાવેશ થાય છે.

દીયા મિર્ઝા

બોલિવૂડ દિવા કહેવાતી દીયા મિર્ઝા પણ યોગને ખૂબ જ મહત્ત્વ આપે છે. તેઓ સપ્તાહમાં પાંચ વાર યોગ કરે છે. યોગની સાથે તેઓ પર્યાવરણ જાળવણી માટે પણ જાગરૂકતા ફેલાવે છે. યોગને વિશેષ મહત્ત્વ આપવાની સાથે જ તેઓ શાકાહાર તરફ વળી ગયાં છે. અલબત્ત, તેઓ યોગ માધ્યમ દ્વારા સૌને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની સલાહ પણ આપે છે.

કરીના કપૂર

બોલિવૂડની સફળ એક્ટ્રેસીસમાં કરીના કપૂરનો સમાવેશ થાય છે. તેમનો સમાવેશ બોલિવૂડની ફિટ એન્ડ ફાઇન એક્ટ્રેસીસમાં થાય છે. જે માટેનું શ્રેય તેઓ યોગને જ આપે છે. સોશિયલ મીડિયામાં પણ તેઓ ઘણીવાર પોતાના યોગ પોઝની તસવીરો શેર કરે છે. કરીના કપૂર દરરોજ યોગ માટે બે કલાકથી વધુ સમય ફાળવે છે. ઘણીવાર તેઓ તેમના હસબન્ડ સૈફ અલી ખાનને સાથે રાખીને પણ યોગ કરે છે. કરીના કપૂર પણ સૌથી વધુ સૂર્યનમસ્કારને મહત્ત્વ આપે છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન 82 વર્ષની જૈફ વયે પણ યોગ કરીને પોતાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. તેમણે પોતાની સ્વસ્થતા-તંદુરસ્તતા જાળવવા માટે યોગ પ્લસ જિમને મહત્ત્વ આપ્યું છે. તે માટે તેમણે વેલનેસ ટ્રેનર પણ હાયર કર્યા છે. અમિતાભ બચ્ચન ક્યારેય પોતાનો યોગ વર્કઆઉટ મિસ કરતા નથી. તેઓ જો શૂટિંગમાં પણ વ્યસ્ત હોય તો પણ યોગ માટે સમય ફાળવી જ લે છે. અમિતાભ બચ્ચનના ફેવરિટ યોગમાં `પ્રાણાયામ'નો સમાવેશ થાય છે.