સાઈબેરિયન વાઘ રશિયા તેમજ ઉત્તરપૂર્વીય ચીનના તાઈગા તેમજ બોરિયલ જંગલોમાં જોવા મળે છે. સાઈબેરિયન વાઘ રશિયાના પહાડોમાં અમુર નદીના પાસેનાં જંગલો ઉપરાંત ઉત્તર કોરિયામાં જોવા મળે છે. આ વાઘ સાઈબેરિયામાં પણ જોવા મળે છે.   


સાઈબેરિયન વાઘને અમુર વાઘ અને પેન્થેસ ટાઈગ્રીસ અલ્ટાઈકા તરીકે પણ ઓળખવામાં આવે છે.   

સાઈબેરિયન વાઘના શરીર ઉપર થોડા લાલાશ પડતા તથા પીળા અને કાળા રંગના પટ્ટા હોય છે.   

નર અને માદા સાઇબેરિયન વાઘમાં ઘણો તફાવત હોય છે. એમાં નરનું કદ માદા કરતાં વધારે અને શરીરમાં મજબૂત હોય છે. તેની લંબાઈ આશરે 3.3 જેટલી અને તેનું વજન 180 કિગ્રા જેટલું હોય છે, જ્યારે માદા સાઈબેરિયન વાઘનું કદ નાનું અને શરીરમાં તે પાતળા હોય છે. તેની લંબાઈ 2.4 મીટર તથા તેનું વજન આશરે 1ર1 કિલો જેટલું હોય છે. નર અને માદા સાઇબેરિયન વાઘનો રંગ સરખો હોય છે. સાઈબેરિયન વાઘની ચામડી જાડી અને રુવાંટીવાળી હોવાથી તે બરફમાં અને ઠંડીમાં આરામથી રહી શકે છે.   

સાઈબેરિયન વાઘ તે સર્વોચ્ચ શિકારી છે. તે જંગલી ડુક્કર, બેઝર, રેફુન કૂતરાં, વિવિધ પ્રકારનાં હરણ, રીંછ વગેરે જેવાં પ્રાણીઓનો શિકાર કરે છે. આ ઉપરાંત તે નદીકિનારે માછલીઓનો પણ શિકાર કરે છે.   

સાઈબેરિયન વાઘ ગીચ જંગલો અને ઠંડા પ્રદેશોમાં વધુ રહે છે. સાઈબેરિયન વાઘને એકલા રહેવાનું વધુ ગમે છે. તેને અમુક લોકો બંગાળ વાઘ કહે છે.   

નિષ્ણાતો દ્વારા સાઈબેરિયન વાઘને વિશ્વનો સૌથી મોટો વાઘ માનવામાં આવે છે. સાઈબેરિયન વાઘને વૈજ્ઞાનિક ભાષામાં panthera tiger altaica કહે છે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: