અલ્બાટ્રોસ દુનિયામાં સૌથી મોટી પાંખો ધરાવતું પક્ષી છે! તેની બંને પાંખો જ્યારે પૂરી ખૂલે છે, ત્યારે તેની લંબાઈ 11થી 12 ફૂટ જેટલી થાય છે. આ લંબાઈ એક નાની કાર જેટલી વિશાળ હોય છે.
આ પક્ષી પોતાની પાંખો ફફડાવ્યા વગર માત્ર હવાના પ્રવાહનો ઉપયોગ કરીને કલાકો સુધી આકાશમાં તરી શકે છે. તે ઊડતી વખતે જરાય ઊર્જા વાપરતું નથી, જેથી તે થાક્યા વગર એક જ વારમાં હજારો કિલોમીટરની મુસાફરી કરી લે છે. આ તેની સૌથી મોટી તાકાત છે.
અલ્બાટ્રોસ વિશે સૌથી અજીબ વાત એ છે કે તે હવામાં ઊડતાં ઊડતાં પણ સૂઈ શકે છે! ઊડતી વખતે તેનું અડધું મગજ ઊંઘતું હોય છે અને અડધું મગજ જાગતું રહીને રસ્તો અને સંતુલન જાળવે છે. તે આ રીતે ઊડે છે તે કારણે જ તે થાક્યા વગર શાંતિથી હજારો કિલોમીટર કવર કરી શકે છે.
સામાન્ય રીતે પક્ષીઓ દરિયાનું ખારું પાણી પી શકતાં નથી, પરંતુ અલ્બાટ્રોસની ચાંચ અને નાકની પાસે એક ખાસ કુદરતી ફિલ્ટર (Salt Gland) હોય છે, જે શરીરમાં ગયેલા દરિયાના પાણીમાંથી મીઠું અલગ કરીને બહાર ફેંકી દે છે અને મીઠું પાણી પોતાના શરીરમાં જ રાખે છે, જેથી તેની તરસ છિપાઇ શકે.
અલ્બાટ્રોસને સમુદ્રની સપાટી પર તરતી તાજી માછલીઓ, નાના કરચલા અને સ્ક્વિડ (Squid) ખાવાનું ખૂબ જ ગમે છે. આ તેમનું ફેવરિટ ભોજન છે. જો આ ભોજન મળી જાય તો તેઓ ખુશ ખુશ થઇ જતાં હોય છે. તેઓ હવામાંથી જ ઝડપ મારીને સચોટ શિકાર કરે છે.
અલ્બાટ્રોસ પ્રેમ અને વફાદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ પોતાના આખા જીવન દરમિયાન એક જ જોડીદાર સાથે રહે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો