ગ્રીન એનાકોન્ડા દુનિયાના સૌથી ભારે અને સૌથી મોટા સાપોમાંનો એક છે. તે મુખ્યત્વે Brazil, Venezuela અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણ કટિબંધીય જંગલો તથા નદી વિસ્તારોમાં જોવા મળે છે. આ સાપ ઝેરી નથી, પરંતુ પોતાના શક્તિશાળી શરીરથી શિકારને વીંટાળી તેનો શ્વાસ રોકીને મારી નાખે છે. ગ્રીન એનાકોન્ડા દુનિયાના સૌથી ભારે સાપ તરીકે ઓળખાય છે અને તેની આંખો તથા નાક માથાના ઉપરના ભાગમાં હોવાથી તે પાણીમાં લગભગ સંપૂર્ણપણે ડૂબેલી સ્થિતિમાં પણ આસપાસ નજર રાખી શકે છે.
ગ્રીન એનાકોન્ડાનું કદ ભારે તેમજ તે સૌથી લાંબો સાપ છે. તેની લંબાઈ લગભગ 9 મીટર (30 ફૂટ) સુધી પહોંચી શકે છે અને તેનું વજન 250 કિલોગ્રામથી વધુ હોઈ શકે છે. માદા એનાકોન્ડા સામાન્ય રીતે નર કરતાં ઘણી મોટો હોય છે.
આ સાપ પોતાનો મોટાભાગનો સમય પાણીમાં અથવા પાણીની આસપાસ વિતાવે છે. પાણીમાં તેઓ ખૂબ ચપળ હોય છે, જ્યારે જમીન પર થોડા ભારે અને ધીમા લાગે છે.
આ સાપનો ખોરાક મુખ્યત્વે માછલીઓ, કાચબા, પક્ષીઓ, હરણ, જંગલી ડુક્કર, મગર અને ક્યારેક જગુઆર જેવાં પ્રાણીઓ છે. શિકારને પકડીને તેઓ તેને સંપૂર્ણ ગળી જાય છે. એક વખત ભરપૂર ભોજન કર્યા પછી તેઓ ઘણાં અઠવાડિયાં કે મહિનાઓ સુધી ખોરાક વિના રહી શકે છે.
ગ્રીન એનાકોન્ડા ઈંડા મૂકવાના બદલે જીવતાં બચ્ચાંઓને જન્મ આપે છે. એક વખતમાં 20થી 40 જેટલાં બચ્ચાંઓ જન્મી શકે છે.
વૈજ્ઞાનિક સંશોધનો મુજબ ગ્રીન એનાકોન્ડા આનુવંશિક રીતે બે અલગ પ્રજાતિઓમાં વહેંચાયેલા હોઈ શકે છે. ઉત્તર ગ્રીન એનાકોન્ડા અને દક્ષિણ ગ્રીન એનાકોન્ડા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો