મિત્રો, આપને ખબર હશે કે દુનિયામાં ઘણા બધા સાપો હોય છે. તેમાં કિંગ કોબ્રા એ દુનિયાનો સૌથી લાંબો, મોટો અને ઝેરી સાપ છે. કિંગ કોબ્રાનું નામ નાજા હન્નાહ પણ છે. કિંગ કોબ્રાનું વૈજ્ઞાનિક નામ ophiophagus hannah એ સમગ્ર વિશ્વમાં સરિસૃપ જગતનો સૌથી પ્રભાવશાળી અને ભયાનક જીવ છે.
કિંગકોબ્રા નર અને માદા એમ બંને હોય છે. નર કોબ્રા માદા કરતાં ઘણા મોટા અને ભારે હોય છે. કિંગ કોબ્રામાં નરની લંબાઈ 12 ફૂટથી 18 ફૂટ સુધી હોય છે. તેનું વજન 6થી 10 કિલોગ્રામ અને માદા કોબ્રાની લંબાઈ 10થી 12 ફૂટ અને વજન 5થી 6 કિલોગ્રામ હોય છે. કિંગ કોબ્રા પીળા, લાલ, ભૂરા અને કાળા રંગના હોય છે. જ્યારે કિંગ કોબ્રા પોતાના શરીરનો આગળનો ભાગ ઊંચો કરે છે ત્યારે તે સામાન્ય માણસની આંખોની બરાબર ઊંચાઈએ આવે છે.
કિંગ કોબ્રા દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાના ગીચ વર્ષાવાળા વિસ્તાર, વાંસનાં જંગલો, કાદવ-કીચડવાળા વિસ્તારો અને ખેતરોની નજીક જોવા મળે છે. કિંગ કોબ્રા ભારતમાં આસામ, ઓડિશાનાં જંગલો અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશોમાં જોવા મળે છે. તેમજ દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળનાં ગીચ જંગલોમાં તેમજ પશ્ચિમ બંગાળ અને હિમાલયની નીચે આવેલાં જંગલોમાં જોવા મળે છે.
કિંગ કોબ્રા આ એક જ એવો સાપ છે જે માળો બનાવે છે. કિંગ કોબ્રામાં માદા કિંગ કોબ્રા 20થી 50 ઈંડાં મૂકે છે. તે લગભગ બે મહિના સુધી ઈંડાની ઉપર અથવા તેની નજીક ગૂંચળું મારે છે. માદા પ્રજનન સ્થળનું ઉગ્ર રક્ષણ કરવા માટે જાણીતી છે, તે ભૂખી રહીને પણ રક્ષણ કરે છે અને કેટલાક વન્યજીવન અધિકારીઓના મતે નર કિંગ કોબ્રા નજીકમાં રહે છે અને વિસ્તારની રક્ષા પણ કરે છે. તેનાં બચ્ચાં જન્મે તે પહેલાં માદા કિંગ કોબ્રા જતા રહે છે, જેથી તે ભૂખના કારણે પોતાનાં જ બચ્ચાંને ખાઈ ન જાય. કિંગ કોબ્રા દરેક સાપ લગભગ ફક્ત બીજા સાપનો શિકાર કરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો