ઘરમાં પડેલી નકામી કે સાદી પેપર પ્લેટમાંથી બાળકો માટે સુંદર સૂર્યમુખીનું ફૂલ બનાવવું એ એક ઉત્તમ આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રવૃત્તિ છે. આ ક્રાફ્ટ બનાવવા એક સાદી પેપર પ્લેટ લો. સૌથી પહેલાં પેપર પ્લેટના પાછળના ભાગે (ઉપસેલા ભાગ પર) આખો પીળો વોટર કલર કરો. કલર સુકાઇ જાય એ પછી પ્લેટની બરાબર વચ્ચેના ગોળ ભાગમાં કાળો કે કથ્થઈ કલર કરો, જે સૂર્યમુખીના બીજવાળો ભાગ દર્શાવશે. હવે તેને થોડીવાર સુકાવા દો. પ્લેટ સુકાઈ જાય એટલે કાતર લો. પ્લેટની કિનારી પર બહારથી શરૂ કરીને અંદરના કાળા કલર સુધી નાના-નાના અંતરે સીધા કાપા પાડો. કાપા આડાઅવળા અથવા નાના-મોટા ન થઇ જાય એ માટે પહેલાં પેન્સિલની મદદથી સીધી લાઇન કરી શકો. ત્યારબાદ, દરેક કાપેલા ભાગના ખૂણાઓને સહેજ ગોળાઈ આપીને પાંખડી જેવો આકાર આપો. લીલા ચાર્ટ પેપરમાંથી એક લાંબી પટ્ટી (દાંડી) અને બે પાંદડાં કાપો. હવે પેપર પ્લેટની પાછળના ભાગે ગુંદરની મદદથી આ લીલી દાંડી અને પાંદડાં ચોંટાડી દો. અહીં ચિત્રમાં બતાવવામાં આવ્યું છે એ રીતે. જો તમારે કલરનો ઉપયોગ ન કરવો હોય તો યલો કલરના ક્રાફ્ટ પેપર લો. પેપર પ્લેટ જે સાઇઝની લીધી છે એ સાઇઝનું સનફ્લાવર દોરીને કાતરથી કાપીને પેપર પ્લેટની પાછળની સાઇઝ ચોંટડી શકો. એમાં વચ્ચે કથ્થઇ કલર કરી દો. તમારું આકર્ષક અને કલરફુલ પેપર પ્લેટ સનફ્લાવર તૈયાર છે!

ફર્ઝ ઔર કાનૂન (1982) : બોલિવૂડનો એક્શન-ડ્રામા જેણે બોક્સઓફિસ પર ધમાકો કર્યો હતો









