આશો પીસ બનાવવા માટે કુલ 13 આઇસક્રીમ સ્ટિક જોઇશે. એમાંથી બે આઇસક્રીમ સ્ટિક આડી મૂકો. એની ઉપર નજીક નજીક અહીં ચિત્રમાં બતાવ્યું છે એ રીતે એક પછી એક 11 આઇસક્રીમ સ્ટિક ગોઠવવાની છે. પછી તેને ફેવિકોલની મદદથી ચોંટાડો. એ સુકાય ત્યાં સુધી આપણે કાગળમાંથી ફૂલ બનાવીશું. ફૂલ બનાવવા અહીં આસમાની અને યલો કલરનું ક્રાફ્ટ પેપર લો. સૌથી પહેલાં આસમાની કલરના ક્રાફ્ટ પેપર ઉપર પેન્સિલથી ફૂલ દોરી લો. બે મોટાં અને બે નાનાં એમ કુલ ચાર ફૂલ દોરીને તેને કાતરથી કાપી લો. એવી રીતે યલો કલરનાં ફૂલ અહીં ચિત્રમાં બતાવ્યું છે એ રીતે ફૂલ દોરીને કાપી લો. હવે આસમાની ફૂલની વચ્ચે યલો કલરના ફૂલ ચોંટાડી દો. એની ઉપર તમે નાનું બટન કે અન્ય કોઇ શોપીસ ચોંટાડી શકો. આ રીતે એક પછી એક ચારેય ફૂલોને લગાવી દો. આ ફૂલને આઇસક્રીમની સ્ટિક ચોંટાડી હતી એની ઉપર અહીં ચિત્રમાં બતાવ્યું છે એ રીતે ચોંટાડવાનાં છે. ચોંટાડ્યા બાદ કોઇ ઝાડ કે છોડની સૂકી પાંદડીઓ અને તેની ડાળીને ચોંટાડવાની છે. જો તમને સૂકી ડાળી કે પાંદડાં ન મળે તો તમે ગ્રીન કલરના ક્રાફ્ટ પેપર ઉપર પાંદડાં દોરી લો. તેને કાતરથી કાપી લો. એ જ રીતે બ્રાઉન કલરના ક્રાફ્ટ પેપર ઉપર ડાળી દોરીને તેને કાપી લો. આ રીતે બનાવેલી ડાળી અને પાંદડાં પણ તમે અહીં ચોંટાડી શકો છો. આ રીતે તમારો શોપીસ તૈયાર થઇ જશે.

દાદાએ રવિને સમજાવ્યું આત્મવિશ્વાસથી ડર પર વિજય પ્રાપ્ત કરી શકાય છે









