પૃથ્વી પર અનેક વિશાળ અને ભયાનક પ્રાણીઓ રહે છે, પરંતુ જો સૌથી શક્તિશાળી જીવની વાત કરવામાં આવે તો તેમાં સૌથી પહેલું નામ ટાર્ડિગ્રેડનું આવે. તે કદમાં એટલો નાનો છે કે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ તેની પાસે ખૂબ સુપર પાવર્સ છે.   

ચાલતી વખતે તે નાનકડા રીંછ જેમ ધીમે-ધીમે ચાલે છે અને પાણીમાં કે ભેજવાળી જગ્યાએ રહે છે, તેથી વૈજ્ઞાનિકો તેને પ્રેમથી `વોટર બેર' અથવા `મોસ પિગલેટ' પણ કહે છે.  

તે સામાન્ય રીતે માત્ર 0.5થી 1 મિલીમીટર (સોયની અણી જેટલું) જ લાંબો હોય છે. તેને જોવા માટે ખાસ માઇક્રોસ્કોપની જરૂર પડે છે.  

તેને કુલ 8 નાનકડા પગ હોય છે. દરેક પગના છેડે તીક્ષ્ણ પંજા હોય છે, જે તેને વનસ્પતિ કે શેવાળ પર પકડ જમાવવામાં મદદ કરે છે.  

તે પૃથ્વીના દરેક ખૂણે હાજર છે. તમારા ઘરના બગીચામાં ઊગેલી લીલી શેવાળ, તળાવ, ઊંચા પર્વતો અને સમુદ્રની ઊંડી ખાઈઓમાં પણ તે આરામથી રહે છે.  

જ્યારે આસપાસનું વાતાવરણ ખરાબ થઈ જાય કે પાણી સુકાઈ જાય, ત્યારે તે પોતાના શરીરનું 95% પાણી બહાર કાઢીને બોલ જેવો ગોળ વળી જાય છે. આ અદ્ભુત ક્ષમતાને `Cryptobiosis' કહેવાય છે. આ અવસ્થામાં તે 30 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી ખાધા-પીધા વગર ઊંઘી શકે છે.  

તે માઇનસ 200 ઔંસ Cની હડકંપ મચાવતી બર્ફીલી ઠંડીથી લઈને 150 ઔંસ Cની ઉકળતી ગરમીમાં પણ સુરક્ષિત રીતે જીવી શકે છે.  

વૈજ્ઞાનિકો તેને સ્પેસમાં પણ લઈ ગયા હતા, જ્યાં હવા, ઓક્સિજન કે વાતાવરણ ન હોવા છતાં અને તીવ્ર રેડિએશન હોવા છતાં તે આરામથી જીવતું રહ્યું હતું.   


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો