દુનિયાભરમાં એવી અનેક ઘટનાઓ બનતી રહે છે, જેના વિશે આપણને ખબર હોતી નથી. એમાં ઇતિહાસની વાત આવે ત્યારે એને જાણવાની સહજ જિજ્ઞાસા જાગે એ સ્વાભાવિક છે. તો આજે આપણે એના વિશે વાત કરીએ.   


અત્યારે આપણે જેટલી ઝડપથી સેલ્ફી લઇ શકીએ છીએ એવું પહેલાં નહોતું. દુનિયાની પહેલી સેલ્ફી 1839માં રોબર્ટ કોર્નેલિયસ નામની વ્યક્તિએ લીધી હતી. એ વખતે સેલ્ફી લેવામાં ત્રણ મિનિટ જેટલો સમય લાગતો હતો. જ્યારે કોલંબસે અમેરિકા મહાદ્વીપની શોધ કરી હતી ત્યારે ફક્ત 90 લાખ લોકો જ ત્યાં વસવાટ કરતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતના સમયે અમેરિકન એરફોર્સ પાસે ફક્ત 18 પાઇલટ અને 5થી 12 જહાજ હતાં.  

1811માં એક જોરદાર ભૂકંપ આવ્યો હતો જેના કારણે મિસિસિપ્પી નદી ઊંધી દિશામાં વહેવા લાગી હતી. પહેલી કાર દુર્ઘટના 1891માં ઓહિયામાં થઇ હતી. દુનિયાની સૌથી જૂની બબલગમ 9000 વર્ષ જૂની છે. 1952માં અમેરિકાના અલ્બર્ટ આઇન્સ્ટાઇને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ આઇન્સ્ટાઇનને રાજકારણમાં નહીં સાયન્સમાં રસ હતો, એટલે તેમણે તેનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે તે રાજકારણ માટે બન્યા નથી.   

 1865માં ફેબ્રુઆરી મહિનામાં રેકોર્ડ સર્જાયો હતો. આ મહિનામાં પૂનમ આવી જ નહોતી. દર 19 વર્ષ પછી એક એવો મહિનો આવે છે જેમાં પૂનમ આવતી નથી. પહેલી ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ 2 માર્ચ, 1949માં અમેરિકાના ન્યૂ મિલફોર્ડ શહેરમાં લગાવવામાં આવી હતી. પહેલાં રોજ રાત્રે એક વ્યક્તિ વારાફરતી વારા લાઇટોને સળગાવતો હતો અને સૂર્યોદય સમયે એ જાતે બંધ થઇ જતી હતી.1973માં મોટોરોલાના એન્જિનિયર માર્ટિન કપૂરે પહેલી વખત મોબાઇલ ફોન દ્વારા વાત કરી હતી. માર્ટિનને તેને બજારમાં લાવતા દસ વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. પ્રાચીન મિસ્રમાં તકિયાને બદલે પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આપણે અત્યારે જે ચશ્માં પહેરીએ છીએ તેનો ઉપયોગ આજકાલનો નથી, પરંતુ આશરે 700 વર્ષથી કરવામાં આવી રહ્યો છે. વિશ્વમાં સૌથી પહેલી પિઝાની દુકાન ઇટલીના નેપલ્સ શહેરમાં 1830માં ખૂલી હતી, જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે. 

આજથી આશરે 14 કરોડ વર્ષ પહેલાં આફ્રિકા, ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા મહાદ્વીપ પરસ્પર જોડાયેલા હતા, પરંતુ ધીરે ધીરે તે અલગ થતા ગયા. ઇતિહાસનું સૌથી નાનું યુદ્ધ 1896માં ઇંગ્લેન્ડ અને ઝાંઝીબાર(પૂર્વ આફ્રિકા)ની વચ્ચે થયું હતું. જેમાં ઝાંઝીબારે 38 મિનિટ પછી સરેન્ડર કરી દીધું હતું. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: