આધુનિક સાઇકલની શોધ 1839માં સ્કોટલેન્ડના મેકમિલન દ્વારા કરવામાં આવી હતી. એ પહેલાં 1817માં જર્મનીના બૈરન ફોન ડ્રેવિસે સાઇકલની રૂપરેખા તૈયાર કરી હતી. એ વખતે સાઇકલની ઝડપ એક કલાકના 15 કિલોમીટર હતી. આઉટડોરની સાથે ઇનડોર સાઇકલિંગ ઘરમાં કે જિમમાં કરી શકાય છે. ફિટનેસ માટે ફાયદાકારક અને અસરકારક રીત છે. ટ્રેક સાઇકલિંગ સાઇકલ રેસિંગની રમત છે. સામાન્ય રીતે સાઇકલિંગ એક વ્યક્તિગત ગેમ છે. 1870 પછી ટ્રેક સાઇકલિંગની શરૂઆત કરવામાં આવી હતી. એ વખતે લાકડીમાંથી ટ્રેક બનાવવામાં આવતા હતા, જે આધુનિક યુગમાં વેલોડ્રોમ્સ સાથે મેળ ખાતા હતા. પરફેક્ટ સાઇકલિંગ એ છે જેમાં નિયમને ફોલો કરવામાં આવે છે. એમાં સીટની ઊંચાઇથી માંડી શરીરની સ્થિતિ પણ મહત્ત્વ ધરાવે છે.   

 સાઇકલિંગ રેસ એક ચોક્કસ જગ્યાથી શરૂ કરવામાં આવે છે અને નિશ્ચિત કરેલી જગ્યા પર પૂર્ણ કરવાની હોય છે. એમાં દોડની જેમ જે રમતવીર પહેલો પહોંચી જાય છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. સાઇકલિંગ કરતી વખતે જાગ્રત રહેવું જરૂરી છે, જેથી રસ્તામાં આવતા ખતરાથી બચી શકાય. સાઇકલિંગમાં ટ્રેક સાઇકલિંગ પણ કરવામાં આવે છે. રેસિંગ માટે ખાસ પ્રકારની સાઇકલિંગનો સમાવેશ થાય છે. એ દરમિયાન ગ્લવ્ઝ પહેરવાં જરૂરી છે, જે હાથની હથેળીની પકડને મજબૂત કરવામાં ઉપયોગી છે. રેસિંગ વખતે પડી જાવ અને માથામાં ઇજા ન થાય એટલે હેલ્મેટ પહેરવાનું હોય છે.