પૃથ્વી પરના વિશાળ અને અફાટ મહાસાગરો અનેક અદ્ભુત અને રહસ્યમય જીવોથી ભરેલા છે. દરિયાના અંધકારમય ઊંડાણમાં અનેક જીવો રહે છે જેના વિશે વાંચવા બેસીએ તો સતત આશ્ચર્ય થતું રહે. આવા જ દરિયાના ઊંડાણમાં રહેતા એક અત્યંત અનોખા અને આશ્ચર્યજનક જીવ વિશે આપણે વાત કરવાની છે, જેનું નામ `ગ્લાસ ઓક્ટોપસ' છે. પોતાના નામ મુજબ જ આ ઓક્ટોપસનું આખું શરીર કાચ જેવું પારદર્શક હોય છે, જે તેને સમુદ્રની દુનિયામાં એક અદ્ભુત અને અનોખી ઓળખ આપે છે.  

પારદર્શક શરીર : આ ઓક્ટોપસની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના શરીરની ત્વચા અને પેશીઓ કાચની જેમ સંપૂર્ણપણે આરપાર જોઈ શકાય તેવી હોય છે. માત્ર તેના શરીરના કેટલાક જ ભાગો જેમ કે, પાચનતંત્ર (જઠર), મગજ અને તેની આંખો જ અપારદર્શક હોય છે.  

શિકારીઓથી બચવાની અદ્ભુત ટેક્નિક : દરિયાના ઊંડા અંધારામાં ટકી રહેવા માટે તેનું આ પારદર્શક શરીર જ તેને સૌથી વધારે ઉપયોગી થાય છે. તેનું આ શરીર તેને મોટો બચાવ પૂરો પાડે છે. સમુદ્રમાં તરતી વખતે તે પાણી સાથે એટલો ભળી જાય છે કે કોઈ પણ મોટો શિકારી જીવ તેને સરળતાથી જોઈ જ શકતો નથી.  

અનોખી આંખો અને સંરચના : ગ્લાસ ઓક્ટોપસની આંખો ખૂબ જ સાંકડી અને નળાકાર (Cylindrical) આકારની હોય છે. તેની આવી આંખો પ્રકાશના પરાવર્તનને ન્યૂનતમ કરે છે, જેથી નીચે તરફથી આવતા શિકારી જીવો તેનો પડછાયો જોઈને તેના પર હુમલો કરી શકતા નથી.  

મહાસાગરના ઊંડાણમાં વાસ : આ જીવ સામાન્ય રીતે દરિયાની 2,000થી 3,000 ફૂટ (લગભગ 900 મીટર)થી પણ વધુ ઊંડાઈએ જોવા મળે છે, જ્યાં સૂર્યનું એક પણ કિરણ પહોંચી શકતું નથી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો