સફેદ કલરની પેપર ડિશ લો. એને યલો કલરથી પેઇન્ટ કરી લો. કલર સુકાય ત્યાં સુધી ક્રાફ્ટ પેપર પર ત્રિકોણ બનાવીશું. યલો અને ઓરેન્જ કલરનું ક્રાફ્ટ પેપર લો. એની ઉપર પેન્સિલની મદદથી ત્રિકોણ દોરી લો. પછી તેને કાપી લો. હવે આ ત્રિકોણ અનુસાર બીજા ત્રિકોણ બનાવીશું, જેથી બધા ત્રિકોણ એકસરખા બને એટલે ક્રાફ્ટ પેપરને ફોલ્ડ કરીને તેની ઉપર આ ત્રિકોણ મૂકો અને પછી તેને પેન્સિલથી દોરીને કાપી લો. આ રીતે છ યલો અને છ કેસરી ત્રિકોણ તૈયાર કરવાના છે. હવે પેપર ડિશ સુકાઇ ગઇ હશે, તેને ઊંધી કરીને ફેવિકોલની મદદથી એક પછી એક ત્રિકોણ અહીં ચિત્રમાં બતાવ્યું છે એ રીતે ચોંટાડો. હવે ડિશને સીધી કરી લો. ડિશની અંદર સૂરજદાદાનો ફેસ બનાવીશું. ફેસ બનાવવા બજારમાં મળતી તૈયાર આંખ ચોંટાડીશું. તૈયાર આંખ ન લગાવવી હોય તો વ્હાઇટ કલરના ક્રાફ્ટ પેપરને ફોલ્ડ કરી તેના ઉપર એક રૂપિયાનો સિક્કો મૂકીને તેને રાઉન્ટ શેપમાં કાપી નાંખો. જ્યાં પેપર ફોલ્ડ કર્યું હતું તેને વચ્ચેથી કાપી નાંખો એટલે બે આંખ બની જશે. આ બંને આંખની અંદર સ્કેચપેનથી બ્લેક કલર પૂરી દો એટલે આંખો તૈયાર થઇ જશે. હવે સ્માઇલી બનાવવા બ્લેક સ્કેચપેન અથવા રેડ સ્કેચપેનનો ઉપયોગ કરો. એની બંને બાજુ પિંક કલરના ક્રાફ્ટ પેપર ચોંટાડો. આ રીતે પેપર ડિશમાંથી સૂરજદાદા બની જશે.
