ભારે પથ્થરો કે વજનદાર વસ્તુઓ ઊંચકીને પોતાની શારીરિક તાકાતનું પ્રદર્શન કરવાની પ્રથા ખૂબ જૂની છે. પ્રાચીન ઇજિપ્ત, ચીન અને ગ્રીસની સંસ્કૃતિઓમાં આ પ્રકારની કસરતો શક્તિના માપદંડ તરીકે જાણીતી હતી. આધુનિક સ્પર્ધાત્મક વેટલિફ્ટિંગનો પ્રારંભ 19મી સદીના ઉત્તરાર્ધમાં થયો હતો. વર્ષ 1896માં એથેન્સ ખાતે યોજાયેલી પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવથી જ વેટલિફ્ટિંગને ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું હતું. લાંબા સમય સુધી આ રમત માત્ર પુરુષો પૂરતી મર્યાદિત રહી હતી. વર્ષ 2000માં સિડની ઓલિમ્પિક્સથી મહિલા વેટલિફ્ટિંગને સત્તાવાર રીતે સ્પર્ધામાં ઉમેરવામાં આવી.
વેટલિફ્ટિંગ સ્પર્ધામાં ખેલાડીએ બાર્બલને માથા ઉપર ઊંચકવાનો હોય છે. આ માટે બે મુખ્ય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં ખેલાડીએ જમીન પર રાખેલા બાર્બલને એક જ સતત ગતિમાં માથાની ઉપર સુધી ઊંચકીને હાથ સીધા સ્થિર રાખવાના હોય છે. આ પદ્ધતિ બે તબક્કામાં પૂર્ણ થાય છે. ક્લીન એ પહેલો તબક્કો છે, જેમાં વજનને જમીન પરથી ઊંચકીને ખભા અને છાતીના ભાગ સુધી લાવવામાં આવે છે. જર્ક એ બીજો તબક્કો છે. જેમાં પગના જોરે આંચકો આપીને વજનને માથાની ઉપર સીધા હાથ કરીને સ્થિર કરવામાં આવે છે. દરેક ખેલાડીને 3-3 પ્રયાસો મળે છે. બંને શૈલીમાં ઊંચકેલા મહત્તમ વજનનો સરવાળો કરીને આખરી વિજેતા નક્કી થાય છે. વજન માથા ઉપર ઊંચક્યા પછી ખેલાડીએ ત્યાં સુધી સ્થિર ઊભા રહેવું પડે છે જ્યાં સુધી ત્રણમાંથી ઓછામાં ઓછા બે રેફરી `સફળ લિફ્ટ'નો સંકેત ન આપે. સ્પર્ધામાં ખેલાડીઓનાં શારીરિક વજન મુજબ કેટેગરી બનાવવામાં આવે છે.
