બાળકો, ડિસ્ટ્રિબ્યૂટેડ લેજર ટેક્નોલોજીને ટૂંકમાં `ડીએલટી'ના નામથી ઓળખવામાં આવે છે. આજના સમયમાં અને ભવિષ્ય માટે આ ટેક્નોલોજી ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે તે માહિતીને અત્યંત સુરક્ષિત અને પારદર્શક બનાવે છે. આ એક એવી ડિજિટલ સિસ્ટમ છે, જેમાં ડેટામાં ફેરફાર કરવો કે છેતરપિંડી કરવી લગભગ અશક્ય છે, જે બેન્કિંગ અને વ્યવસાયોમાં વિશ્વાસ વધારે છે. ભવિષ્યમાં આ ટેક્નોલોજી સીધા વ્યવહારો કરવાની સુવિધા આપશે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે. હેલ્થકેર, શિક્ષણ, ચૂંટણી પ્રક્રિયા અને પ્રોપર્ટીના દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે પણ `ડીએલટી' એક ક્રાંતિકારી સાધન સાબિત થશે. ડિસ્ટ્રિબ્યૂટેડ લેજર ટેક્નોલોજી એટલે શું?


ડિસ્ટ્રિબ્યૂટેડ લેજર ટેક્નોલોજી એ એક પ્રકારનું ડિજિટલ ખાતાવહી સ્ટોરેજ સ્ટ્રક્ચર છે, જે એક સમયે ઘણા બધા ડેટાબેઝમાં વ્યક્તિ કે સંસ્થા દ્વારા થયેલા ટ્રાન્ઝેક્શનને સંગ્રહ કરે છે, જેને બ્લોક રેકોર્ડ તરીકે ઓળખાય છે. ડિસ્ટ્રિબ્યૂટેડ લેજર ટેક્નોલોજીમાં લાખોની સંખ્યામાં સુપર કમ્પ્યૂટરો એકબીજા સાથે `પીઅર-ટુ-પીઅર' પ્રકારના નેટવર્કથી જોડાયેલા છે, જેને `ચેઈન' તરીકે ઓળખાય છે. વધુમાં આ પ્રકારના સ્ટોરેજને `ડિજિટલ લેજર' પણ કહેવામાં આવે છે. આ ખાતામાંનો દરેક વ્યવહાર માલિકના ડિજિટલ હસ્તાક્ષર દ્વારા જ અધિકૃત કરાય છે. માલિક વ્યવહારને પ્રમાણિત પણ કરે છે અને તેને ફેરફારથી સુરક્ષિત કરે છે, તેથી ડિજિટલ ખાતામાં સમાયેલ માહિતી ખૂબ સુરક્ષિત અને વિશ્વસનીય હોય છે. ટૂંકમાં, ડિજિટલ ખાતાવહી એ એક સ્પ્રેડશીટ પ્રોગ્રામ જેવું છે, જે નેટવર્કમાં ઘણાં બધાં કમ્પ્યૂટર્સ વચ્ચે વહેંચાયેલું હોય છે, જેમાં વાસ્તવિક ખરીદી મુજબ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ સંગ્રહિત થાય છે.

ડિસ્ટ્રિબ્યૂટેડ લેજર ટેક્નોલોજીનો ઉપયોગકર્તા ક્ષેત્રો બેન્કિંગ સેક્ટર

બેન્કિંગ ક્ષેત્રમાં સામાન્ય રીતે આઈડેન્ટિટી ચોરી, ખર્ચ કાર્યક્ષમતા જેવી બાબતો ખૂબ અગત્યની છે અને જેમાં ખતરો પણ રહે છે, પરંતુ આ ટેક્નોલોજીના ઉપયોગથી તે સુરક્ષિત કરી શકાય છે. વધુમાં ઉચ્ચ પારદર્શિતા, વ્યક્તિગત ડેટાનું રક્ષણ, ઝડપી વ્યવહાર, ઓછા ખર્ચ, જવાબદારી અને મલ્ટિ લેયર સુરક્ષા પણ પ્રદાન કરી શકાય છે.

પબ્લિક રેકોર્ડ્સ

ઘણી સંસ્થાઓ પાસે ઘણા રેકોર્ડ ભૌતિક સ્વરૂપે ફાઇલોમાં જ પડેલા હોય છે. કેટલાક અકસ્માત કારણોસર અથવા કુદરતી હોનારતોને લીધે તે ફાઈલોને નુકસાન થઈ શકે છે, પરિણામે તે ફાઈલોને લાંબા ગાળા માટે સલામતીથી સાચવવી સરકાર માટે ઘણીવાર મુશ્કેલ હોય છે, `ડીએલટી' આનો મોટો ઉપાય બની શકે છે, સરકાર તમામ ડેટાને એન્કોડ કરીને તેને ડિજિટલ ખાતામાં અપલોડ કરી શકે છે.

લેન્ડ ડીલમાં ઉપયોગ

જમીનના સોદા કરવા એ એક જટિલ અને લાંબી પ્રક્રિયા છે. બ્લોકચેન તકનીકનો ઉપયોગ કરીને તેને સરળ બનાવી શકાય છે, જેનાથી એકને એક લેન્ડ પર એકથી વધુ બાનાખત થયો છે કે નહીં, સાથે જમીન પર કોઈ બોજો કે વિખવાદ છે કે નહીં તે જાણી શકાય છે. આમ, લેન્ડ ડીલ દરમિયાન જમીનના દસ્તાવેજને સાચવવા માટે `ડીએલટી' પારદર્શિતા પૂરી પાડી શકે છે.

શિક્ષણ

આજકાલ શિક્ષણમાં વિદ્યાર્થીઓનો ડેટા ચોરાય જેવા કિસ્સાઓ બનતા આવ્યા છે, સાથે વિદ્યાર્થીને માઈગ્રેશન સર્ટિફિકેટ, દસ્તાવેજોની ખરાઈ વગેરે સમય આધારિત પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે છે. આવી બાબતોમાં `ડીએલટી'નો ઉપયોગ કરીને સુરક્ષા અને સરળતા આપી શકાય છે પ્રોડક્ટ માર્કેટિંગ

પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું એ માર્કેટિંગનો સિદ્ધાંત છે, પરંતુ ઘણીવાર ફેક વેબસાઈટની મદદથી ગ્રાહકોને મોંઘી વસ્તુ સસ્તા ભાવે ઓફર કરવામાં આવે છે અને છેતરવામાં આવે છે. પરિણામે ઉત્પાદક બદનામ થાય છે. હકીકતમાં ઉત્પાદકની જાણબહાર ચાલતા આ ફ્રોડ પર `ડીએલટી' લાગુ પડે તો તેની ઓનલાઇન સુરક્ષા વધી શકે. જે નકલી વેબસાઈટને ઓળખી, માર્કેટિંગ ખર્ચને પણ ઘટાડશે. સાથે જ જીઓ ફેન્સિંગ જેવી લાક્ષણિકતાની મદદથી ચોક્કસ વર્ગ વિસ્તાર સુધી પ્રોડક્ટનું માર્કેટિંગ ઓછા સમયમાં કરી શકાય છે.

ક્લાઉડ સ્ટોરેજ

ક્લાઉડ સ્ટોરેજ એ એક ઈન્ટરનેટ આધારિત સ્ટોરેજ પ્રોગ્રામ છે. અમુકવાર સર્વર ક્રૅશ થવાને લીધે અથવા સાયબર એટેક થવાને લીધે ડેટા ક્લેશ થવાનું જોખમ વધી જાય છે, ત્યારે `ડીએલટી' ડેટાને સુરક્ષિત કરે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: