કિરણોત્સર્ગ શાસ્ત્ર એ નામ જરા અટપટું છે, તેને રેડિયોલોજી પણ કહેવામાં આવે છે. રેડિયોલોજીનો ઉપયોગ સામાન્ય રીતે દર્દીઓમાં રોગોનું નિદાન કરવા માટે થાય છે. રેડિયોલોજી એક્સ-રે, એમઆરઆઇ સ્કેનિંગ ઉપકરણ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો માટે મહત્ત્વની જરૂરિયાત છે. રેડિયોલોજી લોકો માટે જરૂરી છે, કારણ કે તેનાથી લોકોની આંતરિક સમસ્યા વિશે જાણી શકાય છે. સૌથી પહેલાં એક્સ-રેનો ઉપયોગ રોગીઓના ઘાને પારખવા માટે કરવામાં આવે છે. પછી રોગોના નિદાન અને ઉપચાર માટે અલ્ટ્રાસાઉન્ડ, એમઆરઆઇ, સીટી સ્કેન વગેરે જેવી તપાસ હાથ ધરવામાં આવે છે. રેડિયોલોજીની શરૂઆત વિલ્હેમ કૉનરાડ રોએન્ટજેને કરી. તેમણે પોતાની પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે એક નવા પ્રકારની વિદ્યુત ચુમ્બકીય ઊર્જાની શોધ કરી. આ એક એવી શોધ હતી જેના કારણે તેમને 1901માં ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર મળ્યો હતો. વિલ્હેમ કૉનરાડ રોએન્ટજનને ડાયગ્રોસ્ટિક રેડિયોગ્રાફીના જનક માનવામાં આવે છે. રેડિયોલોજીના ક્ષેત્રમાં મેડમ ક્યુરીએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેમણે પોતાનું જીવન યુરેનિયમ રિસર્ચમાં રેડી દીધું. એક્સ-રેની શોધ અને યુરેનિયમ સોલ્ટ્સમાં નવા સંશોધનને પગલે મેરીએ નમૂનાઓની તપાસ માટે નવી ટેક્નિકો વિકસાવી અને અનુમાન લગાવ્યું કે રેડિએશન પરમાણુઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓને બદલે અણુઓમાંથી જ આવે છે. રેડિયોલોજિકલ ટેક્નોલોજી માત્ર તબીબી ક્ષેત્ર વિશે નથી, તે દવા, ટેક્નિકી અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું સંયોજન છે. રેડિયોગ્રાફીને લીધે જ આજે કેટલીય બીમારીઓનું નિદાન સમયસર થઇ શકે છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો