રિન્યુએબલ એનર્જી એટલે કે એવી ઊર્જા જે કુદરતી સ્રોતોમાંથી મેળવવામાં આવે છે, જે ક્યારેય ખતમ થતી નથી અને જેનું સતત કુદરતી રીતે પુનઃ નિર્માણ થતું રહે છે. તેને ગુજરાતીમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા અથવા અક્ષય ઊર્જા કહેવામાં આવે છે. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવાં પરંપરાગત બળતણ મર્યાદિત છે અને ભવિષ્યમાં ખૂટી જશે, જ્યારે રિન્યુએબલ એનર્જીના સ્રોતો અમર્યાદિત છે. રિન્યુએબલ એનર્જીમાં સૌર ઊર્જા મુખ્ય 


સ્રોત છે.   

સૂર્યપ્રકાશમાંથી સોલર પેનલ દ્વારા વીજળી મેળવવામાં આવે છે. ભારત જેવા દેશમાં આ સ્રોત વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. વિશાળ પવનચક્કીઓ દ્વારા પવનની ગતિજ ઊર્જાનું વીજળીમાં રૂપાંતર કરવામાં આવે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો આનાં ઉત્તમ ઉદાહરણો છે. વહેતા પાણી અથવા ડેમમાંથી પડતા પાણીના વેગનો ઉપયોગ કરીને ટર્બાઇન ફેરવીને વીજળી ઉત્પન્ન કરાય છે. વનસ્પતિ, કૃષિ કચરો અને પશુઓના છાણ જેવા જૈવિક પદાર્થોમાંથી આ ઊર્જા મેળવાય છે. પરંપરાગત બળતણના વપરાશથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓ હવામાં ભળે છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. તેનાથી વિપરીત, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી, તેથી તેને `ગ્રીન એનર્જી' અથવા `સ્વચ્છ ઊર્જા' પણ કહે છે. આ ઊર્જા પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના લાંબા ગાળા સુધી દેશની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરી શકે છે.ભવિષ્યની પેઢી સુરક્ષિત રહે તે માટે આ ઊર્જા અપનાવવી એ અનિવાર્યતા છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: