રેશમ શાસ્ત્ર એટલે સેરીકલ્ચર. રેશમ એક કુદરતી રેશા છે. તેની ખેતીને સેરીકલ્ચર કહેવામાં આવે છે. ભારતમાં રેશમની સાડીઓનું અને રેશમના કપડાનું વિશેષ મહત્ત્વ છે. રેશમ ઉદ્યોગમાં અભિવૃદ્ધિ કરવા માટે 1949માં રેશમ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. રેશમના કીડાનો ઉછેર કરવો એક કુટિર ઉદ્યોગ છે. રેશમના કીડાનો ઉછેર ફક્ત પુરુષો જ કરી શકે છે એવું નથી, મહિલાઓ પણ કરી શકે છે.
પ્રોપર ટ્રેનિંગ લઇને આ વ્યવસાયને અપનાવવામાં આવે તો એમાં સારો એવો નફો મેળવી શકાય છે. રેશમ ઉદ્યોગને અન્ય ઉદ્યોગ સાથે પણ કરી શકાય છે.
રેશમ ભારતના જીવનમાં વસી ગયું છે. હજારો વર્ષોથી એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગતનો અભિન્ન અંગ બની ગયું છે. કોઇ પણ અનુષ્ઠાન રેશમના ઉપયોગ વગર પૂર્ણ થતું નથી. રેશમ ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા નંબર પર આવે છે. રેશમના એક બે નહીં અનેક પ્રકાર છે. એ તમામ પ્રકારનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવે છે. છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં રેશનનું ઉત્પાદન ધીરે ધીરે વધીને જાપાન અને પૂર્વ સોવિયત સંઘ દેશો કરતાં વધારે થઇ ગયું છે. ભારતમાં પાંચ પ્રકારના રેશમનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમ કે, રેશમ-મલબરી, ટસર, ઓક ટસર, એરિ અને મુગા સિલ્કનું ઉત્પાદન કરનાર એકમાત્ર દેશ છે.
રેશમની ખેતી કરવા માટે વિશાળ જગ્યાની જરૂર નથી. રેશમ ઉત્પાદનની ટ્રેનિંગ લેવા માટે કોઇ ચોક્કસ ડિગ્રીની જરૂર પડતી નથી. કોઇ પણ વ્યક્તિ કોઇ પણ ઉંમરે આ ટ્રેનિંગ લઇ શકે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો