વર્ષનો આઠમો મહિનો એટલે કે ઓગસ્ટ. આ મહિનો ચોમાસાની ભરપૂર હેલી અને પ્રકૃતિની સોળે કળાએ ખીલેલી સુંદરતા લઈને આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ મહિનામાં જન્મ લેનારા લોકો પણ પ્રકૃતિ જેવા જ જીવંત, ઉત્સાહી અને આકર્ષક હોય છે? જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્રના દૃષ્ટિકોણથી જોઈએ તો ઓગસ્ટ મહિનામાં જન્મેલા જાતકો ભીડમાં પણ પોતાની એક અલગ ઓળખ ઊભી કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. જો તમારો અથવા તમારા કોઈ ખાસ વ્યક્તિનો જન્મ ઓગસ્ટ મહિનામાં થયો છે, તો આ લેખ ખાસ તમારા માટે છે. ચાલો જાણીએ ઓગસ્ટના જાતકોના વ્યક્તિત્વનાં કેટલાંક રસપ્રદ પાસાંઓ.
રોયલ અંદાજ અને નેતૃત્વના ગુણો
ઓગસ્ટ મહિનામાં મુખ્યત્વે બે રાશિઓ આવે છે : સિંહ અને કન્યા. આ મહિનાના મોટાભાગના દિવસો પર સિંહ રાશિનો પ્રભાવ હોય છે, જેનો સ્વામી ખુદ સૂર્ય છે. આ જ કારણ છે કે ઓગસ્ટમાં જન્મેલા લોકોમાં જન્મજાત નેતૃત્વના ગુણો હોય છે. તેઓ કોઈના હાથ નીચે દબાઈને કામ કરવાનું પસંદ કરતા નથી. તેમનો અંદાજ એકદમ રોયલ એટલે કે રાજાશાહી હોય છે. તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
સ્વાભિમાની કે અભિમાની?
ઓગસ્ટના જાતકોમાં આત્મવિશ્વાસ કૂટી-કૂટીને ભરેલો હોય છે. તેઓ પોતાના દમ પર સફળતા મેળવવામાં માને છે. જોકે, તેમનો આ આત્મવિશ્વાસ ક્યારેક અન્ય લોકોને `અહંકાર' અથવા `અભિમાન' જેવો લાગી શકે છે. તેઓ ખૂબ જ સ્વાભિમાની હોય છે. જો કોઈ તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે, તો તેઓ તેને ક્યારેય માફ કરતા નથી.
એક મજાની વાત : ઓગસ્ટના જાતકોને પોતાની પ્રશંસા સાંભળવી ખૂબ ગમે છે. જો તમે તેમની સાચી પ્રશંસા કરો, તો તેઓ તમારા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જશે!
ખૂબ જ પ્રામાણિક
આ મહિનામાં જન્મેલા લોકો સંબંધોની બાબતમાં ખૂબ જ ગંભીર અને વફાદાર હોય છે. પ્રેમ હોય, દોસ્તી હોય કે વ્યવસાય, જો તેઓ એકવાર કોઈનો હાથ પકડી લે, તો મુશ્કેલ સમયમાં પણ તેનો સાથ છોડતા નથી. તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ પીઠ પાછળ વાતો કરવાને બદલે મોઢા પર સ્પષ્ટ બોલવાનું પસંદ કરે છે. તેમની આ વાણી ક્યારેક લોકોને કડવી લાગી શકે છે, પરંતુ તેમનું દિલ એકદમ સાફ હોય છે.
આર્થિક બાબતોમાં નસીબદાર અને સમજદાર
પૈસાની બાબતમાં આ લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેઓ સખત મહેનત કરીને સારું કમાય છે અને લક્ઝુરિયસ લાઈફ જીવે છે. જોકે, તેઓ પૈસાનો બગાડ કરતા નથી. ક્યાં કેટલો ખર્ચ કરવો તેનું આયોજન તેઓ ખૂબ જ સારી રીતે કરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો