મેષ રાશિ
આ રાશિના જાતકો માટે મેષ, કર્ક, મિથુન, તુલા, મકર અને કુંભ રાશિના જીવનસાથી યોગ્ય રહે છે.
વૃષભ રાશિ
આ રાશિના લોકો માટે વૃષભ, કર્ક, સિંહ, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકો ઉત્તમ રહે છે.
મિથુન રાશિ
તેમના માટે મેષ, મિથુન, સિંહ, કન્યા, ધન અને મીન રાશિના જીવનસાથી ઉપયુક્ત રહે છે.
કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા અને મકર રાશિના જીવનસાથી ઉત્તમ રહે છે.
સિંહ રાશિ
આ રાશિના લોકો માટે મિથુન, સિંહ, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના જીવનસાથી યોગ્ય રહે છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકો માટે મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને ધન રાશિના જીવનસાથી અનુકૂળ રહે છે.
તુલા રાશિ
આ રાશિના લોકો માટે મેશ, કર્ક, સિંહ, તુલા, ધન અને મકર રાશિના જાતકો જીવનસાથી બનવા માટે ઉત્તમ
રહે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો માટે વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના જાતકો ઉત્તમ રહે છે.
ધન રાશિ
આ રાશિના લોકો માટે મિથુન, કન્યા, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકો અનુકૂળ રહે છે.
મકર રાશિ
આ રાશિના જાતકો માટે મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના જીવનસાથી યોગ્ય રહે છે.
કુંભ રાશિ
આ રાશિના લોકો માટે મેષ, વૃષભ, સિંહ, વૃશ્ચિક, ધન તથા કુંભ રાશિના લોકો ઉત્તમ રહે છે.
મીન રાશિ
આ રાશિના જાતકો માટે વૃષભ, મિથુન, કન્યા, ધન અને મકર રાશિના લોકો અનુકૂળ રહે છે.
વાસ્તવમાં કુંડળી મેળવવા પાછળનું તાત્પર્ય વર-વધૂના સ્વભાવ, વિચાર, ભાગ્ય, સંતાન, આયુષ્ય, સ્વાસ્થ્ય વગેરે મેળવવાનું છે. જેને ગુણ મેળવવા પણ કહે છે. જેનાથી તેમનો પરસ્પરનો તાલમેલ તથા તેમનું દાંપત્યજીવન કેવું રહેશે તેનું પૂર્વાનુમાન કરી શકાય છે.