યુવતીઓને ઘરેણાં પહેરવાનો શોખ હોય છે. એ પછી કોલેજ ગોંઈગ ગર્લ્સ હોય, વર્કિંગ વુમન હોય કે પછી હાઉસવાઈફ. એમાંય લાઈટ વેઈટ જ્વેલરીની ફેશન અત્યારે ચાલી રહી છે. યુવતીઓ બીજા ઘણા દાગીના પહેરે કે ન પહેરે, પણ તેમને આંગળીમાં રિંગ પહેરવાનું ગમે છે. દરેક વર્ગ હેવી અને ક્લાસી લુકમાં રિંગ્સને પસંદ કરી રહી છે, તો આજે ક્લાસી રિંગ્સ વિશે વાત કરીશું.
સિમ્પલ રિંગ્સ
બજારમાં સિમ્પલ અને સોબર રિંગની બોલબાલા છે, તેથી સામાન્યથી માંડી હેવી રેન્જની રિંગ્સ બજારમાં ઉપલબ્ધ છે. મટીરિયલની વાત કરીએ તો યલો ગોલ્ડ, વ્હાઈટ ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમથી બનાવવામાં આવેલી રિંગ માનુનીઓની આંગળીની શોભા વધારી રહી છે. આ ઉપરાંત રોઝ-ગોલ્ડ પણ આજકાલ પસંદ કરવામાં આવી રહ્યું છે. આજે બજારમાં રિંગ્સમાં કલર ઓપ્શન ઘણા છે. જેમને સિલ્વર જ્વેલરી પસંદ છે તે વ્હાઈટ ગોલ્ડ પસંદ કરી શકે છે.
ફ્લાવર રિંગ્સ
રિંગ્સમાં ફ્લાવર ડિઝાઈન ઈન ટ્રેન્ડ છે. એમાં એક અને એકથી વધારે ફ્લાવર અવેલેબલ છે. ઘણાને સિમ્પલ કરતાં ઊડીને આંખે વળગે એવી રિંગ્સ પહેરવી પસંદ હોય છે. આ પ્રકારની રિંગ્સમાં કલરફુલ ફ્લાવર ઉપલબ્ધ છે.
મલ્ટિ કલર્ડ મિરર રિંગ : અમુક કૉલેજ ગોઇંગ ગર્લ્સ અને યુવતીઓને સિંગલ અથવા વ્હાઈટ ડાયમંડ કરતાં મલ્ટિ કલર વધુ ગમતા હોય છે. મલ્ટિ કલર્ડથી આંગળી ભરેલી ભરેલી તો લાગે જ છે. આ ઉપરાંત સામેની વ્યક્તિને ઊડીને આંખે વળગે છે. એમાં નાના નાના કલરફુલ ડાયમંડની સ્ટાર, રાઉન્ડ, આઉલ, હાર્ટ વગેરે શેપમાં રિંગ્સ મળે છે. મલ્ટિ કલર્ડ મિરર રિંગ હેવી આઉટફિટ સાથે વધુ શૂટ થાય છે.
હેવી લીફ રિંગ્સ : પાર્ટી અને ફંક્શન માટે હેવી લીફ રિંગ્સ ઉત્તમ ઓપ્શન છે. આ ગોલ્ડ લીફ રિંગ્સ સાડી, ચોલીથી માંડી વનપીસ એમ દરેક આઉટફિટમાં આકર્ષક લાગશે. રૂટિનમાં આ પ્રકારની રિંગ્સ પહેરવાનું ટાળો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો