કારેલામાં રહેલા ગુણની વાત કરીએ તો કારેલાં ટાઢાં, ઝાડાને તોડનાર, હલકાં, કડવાં અને વાયુ ન કરનાર છે. તાવ અને સોજામાં કારેલાંનું શાક પથ્ય છે. મધુપ્રમેહના દર્દીને કારેલાં હિતકારી છે. રોજ સવારે કારેલાંનો રસ લેવાથી આ રોગમાં ચોક્કસ ફાયદો થાય છે. કડવાશ કાઢી સિવાયનું શાક પણ હિતકારી છે. આહારની દૃષ્ટિએ કારેલાનું શાક પરમ પથ્ય છે. મોટા કારેલાં આફરો અને કમળાનો નાશ કરે છે.
દોષ
કારેલાં વિશેષ કરીને અગ્નિને પ્રદીપ્ત કરનાર છે, એટલે કે ગરમ અસર કરનાર હોઈ ગરમ પ્રકૃતિવાળાઓએ તેનું સેવન કરવું હિતકારી નથી.
આહારમાં લેવાની કાળજીઓ
1. શાક બનાવતી વખતે છોલીને કારેલાંની છાલ કાઢી નાખવામાં આવે છે. કારેલાંની કડવાશ ઓછી કરવા માટે તેને સમારી, તેમાં મીઠું ચોળી, નિચોવીને રસ કાઢી નાખવામાં આવે છે, પરંતુ કારેલાંની છાલ કાઢી નાખવાથી તથા કારેલાંને ચીરી, મીઠા સાથે ચોળી, નિચોવીને રસ કાઢી નાખવાથી તેનો ગુણ ઓછો થઈ જાય છે. 2. કેરીની મોસમમાં રસ-રોટલી સાથે કારેલાંનું શાક સ્વાદિષ્ટ અને રુચિકર લાગે છે. 3. કારેલાં સાથે ડુંગળી મેળવી તેનું શાક કરવાથી કારેલાંની કડવાશ ઓછી થાય છે અને શાક પણ સ્વાદિષ્ટ બને છે.
ઔષધીય ગુણ
1. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં શાક તરીકે કારેલાંનો ઉલ્લેખ આવે છે, પરંતુ ઔષધી રૂપે તેનો પ્રયોગ ખૂબ ઓછો થયેલો લાગે છે. કારેલાંની મોસમમાં જેમ બને તેમ વધુમાં વધુ કારેલાં ખાઈ લેવાં હિતાવહ છે. કારેલાં ખાદ્ય શાક હોવા છતાં એક પરમ ઔષધ છે.
2. કુમળાં કારેલાંના કટકા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી એક એક તોલો સવાર-સાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી સાકર સદંતર બંધ થાય છે અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) મટે છે. જેમને ડાયાબિટીસ રહેતો હોય તેમણે આ ઉપાયને અજમાવવાથી ફાયદો થશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો