ફેશનની દુનિયામાં રંગોનું વિશેષ મહત્ત્વ છે. દરેક સીઝનમાં કેટલાક રંગો ખાસ લોકપ્રિય બને છે અને ફેશનપ્રેમીઓના વોર્ડરોબમાં સ્થાન મેળવે છે. અત્યારે વેસ્ટર્ન ફેશનમાં બ્રાઉન, બેજ અને ક્રીમ જેવા સોફ્ટ, નેચરલ અને એલિગન્ટ રંગો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ રંગોની ખાસિયત એ છે કે તે સાદા હોવા છતાં સ્ટાઇલિશ દેખાવ આપે છે.
બ્રાઉન રંગનો
રોયલ અંદાજ
બ્રાઉન રંગ વેસ્ટર્ન ફેશનમાં સુંદર અને ક્લાસિક લુક માટે પસંદ કરવામાં આવે છે. ચોકલેટ બ્રાઉન, કોફી બ્રાઉન અને લાઇટ બ્રાઉન જેવા તેના વિવિધ શેડ્સ આકર્ષક લાગે છે. બ્રાઉન કલરના ટ્રાઉઝર સાથે વ્હાઇટ શર્ટ, ચોકલેટ બ્રાઉન ટોપ સાથે બેજ સ્કર્ટ અથવા બ્રાઉન બ્લેઝર સાથે ડેનિમ જીન્સ પહેરી શકાય છે. બ્રાઉન રંગની હેન્ડબેગ, બેલ્ટ અને બૂટ્સ પણ આઉટફિટને વધુ સુંદર બનાવે છે. આ રંગ ખાસ કરીને શિયાળાની ફેશનમાં પણ સરસ લાગે છે.
બેજ રંગની સિમ્પલ અને
સ્માર્ટ સ્ટાઇલ
બેજ રંગ નેચરલ અને ન્યુટ્રલ રંગોમાંથી એક છે. આ રંગની ખાસિયત એ છે કે તેને અનેક રંગો સાથે સરળતાથી મેચ કરી શકાય છે. બેજ ટ્રાઉઝર સાથે બ્લેક ટી-શર્ટ, બેજ સ્કર્ટ સાથે વ્હાઇટ ટોપ અથવા બેજ બ્લેઝર સાથે બ્લુ જીન્સ પહેરી શકોે. ઓફિસ, મીટિંગ અને રોજિંદા ઉપયોગ માટે આ રંગ ઉત્તમ વિકલ્પ છે. બેજ કલરના કપડાં સાથે ગોલ્ડન એક્સેસરીઝ પણ સુંદર લાગે છે.
ક્રીમ રંગનો એલિગન્ટ લુક
ક્રીમ રંગ સફેદ કરતાં થોડો નરમ અને ગરમ દેખાવ ધરાવે છે. આ રંગમાં શર્ટ, ટી-શર્ટ, ટ્રાઉઝર, મિડી સ્કર્ટ અને બ્લેઝર ખૂબ સુંદર લાગે છે. ક્રીમ કલરના ટ્રાઉઝર સાથે બ્રાઉન ટોપ અથવા ક્રીમ શર્ટ સાથે બેજ પેન્ટ પહેરીને મોનોક્રોમ લુક બનાવી શકાય છે. આ રંગ કેઝ્યુઅલ અને સેમી-ફોર્મલ બંને આઉટફિટ માટે ઉપયોગી છે.
ત્રણેય રંગોનું કોમ્બિનેશન
બ્રાઉન, બેજ અને ક્રીમ રંગોને એકસાથે પહેરવાથી સુંદર અને યુનિક આઉટફિટ તૈયાર કરી શકાય છે. ઉદાહરણ તરીકે, ક્રીમ ટોપ, બેજ ટ્રાઉઝર અને બ્રાઉન બેલ્ટનું કોમ્બિનેશન આધુનિક લુક આપે છે. તેની સાથે ન્યુટ્રલ શૂઝ અને સાદી હેન્ડબેગ પસંદ કરી શકાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો