આજકાલ લોકો વજન ઘટાડવા અને આરોગ્ય સુધારવા માટે કેટોજેનિક ડાયટ તરફ દોટ મૂકી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે શું ખરેખર કેટો ડાયટ અસરકારક છે કે પછી ફક્ત એક ફેશન છે? ચાલો જાણીએ વિસ્તારથી  કેટોજેનિક ડાયટ શું છે?  કેટો ડાયટ એક એવો આહાર છે કે જેમાં ખૂબ ઓછું કાર્બોહાઈડ્રેટ, વધુ ચરબી અને મધ્યમ પ્રોટીન પર આધારિત છે. આમાં ખોરાકમાં કાર્બોહાઈડ્રેટની માત્ર ખૂબ જ ઓછી હોય છે અને શરીર ઊર્જા માટે ચરબી બાળવા મજબૂર થાય છે. જ્યારે શરીર ગ્લુકોઝના બદલે ચરબીમાંથી ઊર્જા મેળવવા લાગે ત્યારે તેને કેટોસિસ સ્થિતિ કહેવાય છે   


 કેટોજેનિક ડાયટમાં ચરબીનું પ્રમાણ 70-75% હોય છે. જેમ કે, એવોકાડો, ઘી, નાળિયેર, તેલ, માખણ. આમાં પ્રોટીનનું પ્રમાણ 20-25% હોય છે. જેમ કે, પનીર, ઈંડાં અને આમાં 5-10% કાર્બોહાઈડ્રેટ હોય છે. જેમ કે, લીલાં શાકભાજી, બદામ વગેરે.   

કેટોજેનિક ડાયટ કેટલો અસરકારક?

વજન ઘટાડવામાં મદદરૂપ : જ્યારે આપણું શરીર કાર્બોહાઈડ્રેટ ઓછું મેળવવાનું શરૂ કરે ત્યારે તે શરીરમાં ઊર્જા મેળવવા માટે ચરબી બાળવાનું શરૂ કરે છે, જેથી ચરબીનું પ્રમાણ ઓછું થતાં તે વજન ઘટાડવામાં મદદ કરે છે. કેટો ડાયટ આપણા શરીરમાં ભૂખને નિયંત્રિત કરતા લેપ્ટિન અને ગ્રેલીન હોર્મોનને સંતુલિત કરે છે. જેના કારણે આપણને ભૂખ ઓછી લાગે છે. આમાં જ્યારે આપણું શરીર સ્ટોર કરેલા કાર્બ્સ વાપરવાનું બંધ કરે છે ત્યારે તે પાણી પણ ગુમાવે છે જેનાથી પ્રાથમિક તબક્કામાં વજન ઘટે છે   

 મગજ માટે ફાયદાકારક : કેટોઝમાં મગજ ગ્લુકોઝની જગ્યાએ કેટોન બોડીઝ પર કાર્ય કરે છે, જે વધારે ઊર્જાદાયક હોય છે, જે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ હોય છે. કેટલાંક સંસાધનોમાં દર્શાવ્યું છે કે કેટો ડાયટ મેમરી અને માંસપેશી પર કાબૂ મેળવી શકે છે, જેથી તે અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવી બીમારીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.  

ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન નિયંત્રણ : કેટો ડાયટ ઇન્સ્યુલિનનું સ્તર ઘટાડે છે, જેથી બ્લડ સુગર નિયંત્રિત થાય છે, જે ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે. કેટો ડાયટ આપણા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સી ઘટાડે છે. ઓછી કાર્બ્સ લેવાથી શરીર ઇન્સ્યુલિન પ્રતિસાદમાં સુધારો કરે છે   કેટો ડાયટની સાઇડ ઇફેક્ટ કેટો ડાયટથી શરૂઆતમાં થાક, માથાનો દુખાવો, ચક્કર આવવાં, ઊર્જા ઓછી લાગવી વગેરે જેવી સમસ્યા રહે છે. પાચનતંત્ર પર અસર પડે છે. લાંબા સમય માટે કેટો ડાયટ ચાલુ રાખવો એ હૃદય, કિડની અને યકૃત માટે જોખમી બની શકે છે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: