કોઈપણ કુર્તી, ડ્રેસ કે બ્લાઉઝનું આકર્ષણ તેના ગળાના આકાર અને તેની બાય એટલે કે સ્લીવ્ઝની ડિઝાઇન પર સૌથી વધુ નિર્ભર કરે છે. સાદા કપડામાં પણ જો બાયની સ્ટાઇલ થોડી અલગ અને ક્રિએટિવ રાખવામાં આવે, તો આખો આઉટફિટ એકદમ ડિઝાઇનર અને રોયલ દેખાવા લાગે છે. આજે ટ્રેન્ડમાં બાયની ઘણી ડિઝાઇન્સ ઇન છે, જે સિમ્પલ ડ્રેસને પણ ટ્રેન્ડી લુક આપે છે. 

 પફ સ્લીવ્ઝ

૮૦ અને ૯૦ ના દાયકાની પફ સ્લીવ્ઝ આજે ફરીથી મોટા પાયે ટ્રેન્ડ કરી રહી છે. ખભાના ભાગે કે નીચે કાંડા પાસે પ્લીટ્સ લઈને બનાવવામાં આવતી આ બાય ડ્રેસને એલિગન્ટ અને ક્યૂટ લુક આપે છે. કોટન કુર્તી, વેસ્ટર્ન ડ્રેસ કે ક્રોપ ટોપમાં પફ સ્લીવ્ઝ આકર્ષક લાગે છે.  

 બેલ સ્લીવ્ઝ 

જેમ નામ સૂચવે છે તેમ, આ બાયનો આકાર ઘંટડી જેવો ફ્લેર્ડ હોય છે. ખભાથી કોણી સુધી ફિટિંગ અને કોણીથી નીચે તરફ ઘેર ધરાવતી આ સ્લીવ્ઝ ઈન્ડો-વેસ્ટર્ન લુક માટે પરફેક્ટ છે. લહેંગા ચોલીના ચણિયાચોળી બ્લાઉઝ કે જીન્સ પર પહેરવાના શોર્ટ કુર્તામાં બેલ સ્લીવ્ઝ સુટ્સ કરે છે. 

      બિશપ અને બલૂન સ્લીવ્ઝ 

ખભાથી લઈને કોણી કે કાંડા સુધી ફૂલેલી રહેતી અને કાંડા પાસે પટ્ટી કે ઇલાસ્ટિકથી ફિટ થતી બાયને બલૂન અથવા બિશપ સ્લીવ્ઝ કહેવાય છે. સાટીન, જ્યોર્જેટ કે શિફોન જેવા હળવા ફેબ્રિકમાં આ સ્લીવ્ઝનો ઘેર ખૂબ સુંદર ઉભરી આવે છે, જે તમને ફોર્મલ અને ફેન્સી બંને લુક આપે છે. 

 કટ-આઉટ અને કોલ્ડ

 શોલ્ડર સ્લીવ્ઝ 

જો તમારે થોડો મોર્ડન અને બોલ્ડ લુક જોઈતો હોય, તો બાય પર વિવિધ પ્રકારના કટ-આઉટ જેમ કે કી-હોલ, ઓવલ કે સાઇડ કટ વાળી ડિઝાઇન બનાવી શકાય છે. શોલ્ડર પાસે નાનો કટ ધરાવતી કોલ્ડ શોલ્ડર સ્લીવ્ઝ કેઝ્યુઅલ અને પાર્ટી વેર ડ્રેસ બંને માટે યુવતીઓની ફેવરિટ છે. 

કોણી સુધીની લંબાઈ ધરાવતી બાય અત્યારે ટ્રેન્ડમાં છે. આ સ્લીવ્ઝમાં બોર્ડર પર કટવર્ક, ગોટા-પટ્ટી, લેસ કે પોટલી બટન્સ મૂકીને ટ્રેડિશનલ લુક આપી શકાય છે. હેવી સિલ્ક કુર્તીઓમાં આ પ્રકારની સ્લીવ્ઝ શોભે છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો