જવેલરી સાથે મહિલાઓને એક અલગ જ પ્રકારનું અટેચમેન્ટ હોય એ સ્વાભાવિક છે. આજની યુવતીઓ જ્વેલરીને લઈને વધુ અવેર થઈ છે. તે સમયની સાથે જ્વેલરીમાં આવતાં પરિવર્તનમાં અને ચાલતા ટ્રેન્ડમાં વધારે રસ લેવા લાગી છે, તેથી જ તો આજે મહિલાઓ અલગ અલગ પ્રકારની જ્વેલરીનો ઉપયોગ કરે છે. આજે જ્વેલરીમાં એટલી બધી વેરાઈટી ઉપલબ્ધ છે કે તેને યુવતીઓ અલગ લુક, સ્ટાઈલ અને ડ્રેસની સાથે કેરી કરી શકે છે.   


જ્વેલરીને લઈને એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કંઈક નવું કરવાના ચક્કરમાં પોતાની જાતને જ્વેલરીથી સંપૂર્ણ રીતે લાદી ન દેતા. જો તમે ગળામાં હેવી જ્વેલરી અથવા નેકલેસ પહેરી રહ્યાં હોવ તો કાનમાં હળવી એરિંગ્સ પહેરો. જ્યારે ગળામાં સાધારણ ચેન કે નેકપીસ પહેર્યા હોય તો કાનમાં ભારે એરિંગ્સ પહેરી શકો છો. એનાથી આકર્ષક અને મોડર્ન ટચ મળશે.   

આઉટફિટ અને જ્વેલરી

પારંપરિક પોશાકની સાથે ભારે પ્રેશિયસ સ્ટોન જ્વેલરી પહેરવાથી તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. ઈન્ડો-વેસ્ટર્ન પોશાકની સાથે પ્રેશિયસ સ્ટોનવાળો નેકલેસ આકર્ષક લુક આપે છે. પાર્ટી કે ઈવનિંગમાં પાતળી ચેનની સાથે મલ્ટિ કલર્ડ સ્ટોન્સવાળાં પેન્ડન્ટ પણ પહેરી શકાય, જે તમારી સુંદરતા વધારી દેશે. પેસ્ટલ રંગનાં કપડાંની સાથે મલ્ટિ કલર્ડ નેકપીસ પહેરો. એક રંગનાં કપડાંની સાથે તમે મલ્ટિ કલર જ્વેલરી પહેરો છો, તો એ તમારા લુકને આકર્ષક બનાવે છે. 

કલરફુલ સ્ટોન જ્વેલરી : પહેલાં સ્ટોન જ્વેલરીમાં વ્હાઈટ સ્ટોનની જ્વેલરી યુવતીઓમાં હોટ ફેવરિટ હતી. હવે સમયની સાથે સ્ટોનના રંગોમાં અને યુવતીઓની પસંદગીમાં પરિવર્તન આવ્યું છે. અત્યારના ટ્રેન્ડની વાત કરીએ તો સામાન્ય રીતે બોટલ ગ્રીન, પિંક, ગ્રીન પર્પલ, બ્લેક, બ્લૂ, વ્હાઇટ જેવા રંગોના સ્ટોનમાંથી બનેલી જ્વેલરી યુવતીઓની પહેલી પસંદ છે. એમાં એરિંગ્સથી માંડી બ્રેસલેટ, બેંગલ્સ, ફિંગર રિંગ્સ, ચોકર્સ અને નેકપીસનો સમાવેશ થાય છે. વનપીસ, ઈન્ડો-વેસ્ટર્ન જેવાં આઉટફિટ સાથે હેવી સ્ટોનની એરિંગ્સ પહેરવાનો ટ્રેન્ડ છે, જે ગોર્જિયસ લુક આપે છે. તમે જે રંગની જ્વેલરી પહેરી રહ્યાં હો એ તમારા લુકને કમ્પ્લીટ કરે એ વાતનું ધ્યાન રાખો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: