બોલિવૂડની અભિનેત્રીઓ ફિલ્મો સિવાય જાહેર જીવનમાં અનોખા અંદાજમાં જોવા મળતી હોય છે. ક્યારેક તે વેસ્ટર્ન આઉટફિટમાં ફિટ લાગે છે તો ક્યારેક ટ્રેડિશનલ આઉટફિટમાં સિમ્પલ અને શોબર લુક ક્રિએટ કરતી હોય છે. સદાબહાર એવી અનારકલી કુરતીમાં ઐશ્વર્યા રાય બચ્ચન ક્લિક થઇ હતી. ક્રીમ કલરની પ્યોર કોટન અને ગોલ્ડન બોર્ડર સાથે સિમ્પલ વર્કની કુર્તીમાં તે ગોર્જિયસ લાગતી હતી. એવી રીતે ક્રીમ લખનૌ અનારકલીમાં કરિશ્મા કપૂરની આભા કંઇ ઔર જ નિખરી હતી. બ્રાઇટ કલર પહેરવાનો આગ્રહ રાખતી કરીનાએ પેરોટ ગ્રીન કલરના સૂટ અને શિલ્પા શેટ્ટીએ રાણી કલરની કુરતી સાથે ધોતી સ્ટાઇલ બોટમ કેરી કર્યા હતા. આ સિવાય અનુષ્કા, કેટરિના, કિયારા અડવાણી અને સોનમ કપૂર જોવા મળ્યાં હતાં.
