બોલિવૂડની અભિનેત્રીઓ ફક્ત ફિલ્મી પડદા પર જ જોવા મળે છે એવું નથી, તે નાનાં મોટાં ફંક્શન અને પ્રસંગોમાં હાજરી આપતી જોવા મળે છે. એમાં તેમનો અંદાજ અનોખો જ હોય છે. તહેવારની મોસમ ચાલી રહી છે, એવા સમયે સેલિબ્રિટી પણ પરંપરાગત પોશાકમાં જોવા મળી હતી. પીઢ અભિનેત્રીઓમાં જેનો સમાવેશ થાય છે એવી રેખા મોટાભાગે સાડીમાં જ જોવા મળે છે. આ ટ્રેડિશનલ આઉટફિટમાં તેઓ વધારે ગોર્જિયસ લાગે છે. રાણી મુખર્જી યલો અને ગોલ્ડન બોર્ડરવાળી સાડી અને તેની સાથે મેચિંગ ફુલ સ્લીવ્સ બ્લાઉઝમાં ક્લિક થઇ હતી. કંગના રનૌત પણ સાડીમાં નિરાળી લાગતી હતી. જ્યારે નેટની સાડી અને તેની સાથે મેચ કરતાં સિલ્કના બ્લાઉઝમાં અનુષ્કા શર્માનો અંદાજ યુનિક હતો. જેનિફર અને શ્રદ્ધા કપૂર પ્લેન સાડીમાં ક્લિક થઇ હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો