સ્લોવેનિયા, સમાચારોની દુનિયામાં આ દેશનું નામ ભાગ્યે જ સાંભળવા મળતું હશે, પણ સ્લોવેનિયાની શિક્ષણ વ્યવસ્થાને જગત આખું વખાણે છે. યુરોપનો નાનો એવો દેશ છે.

વસ્તીની દૃષ્ટિએ તો અમદાવાદથી પણ નાનો લાગે, કેમ કે આ દેશમાં પચ્ચીસ લાખ જેવી માનવ વસાહત છે, પરંતુ હાઈલી ઈન્કમ કન્ટ્રીઝની વાત માંડીએ તો આ દેશનું નામ પ્રથમ હરોળમાં આવે. ભારતના વિદ્યાર્થીઓ પણ હવે સંશોધન માટે જુદા જુદા દેશોમાં જવાનું પસંદ કરવા લાગ્યા છે. એક વખત હતો કે, અમેરિકા, બ્રિટન, કેનેડા. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા એ ફેવરિટ કન્ટ્રી હતા, પણ હવે ભારતીય વિદ્યાર્થીઓ લગભગ જ્યાં શ્રેષ્ઠ છે ત્યાં પહોંચવાના અથાગ પ્રયાસો કરે છે. આ દેશની યુનિવર્સિટી ઓફ લિયુબ્લિયાના, યુનિવર્સિટી ઓફ મારિબોર અને યુનિવર્સિટી ઓફ પ્રિમોરસ્કા નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ છે. તળાવો, ખીણ અને કુદરતી પહાડોથી ઘેરાયેલા આ દેશનું પ્રવાસન માણવા જેવું છે અને ભણવા જવા જેવું છે. રિપબ્લિક ઓફ સ્લોવેનિયાના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતના વિદ્યાર્થીઓને સ્ટડી સ્ટે અને રિસર્ચ વિઝિટ માટે આમંત્રણ આપવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવારો નિયમોને આધીન અરજી કરી શકે છે.

મહત્ત્વની બાબતો

ભારતીય નાગરિક હોવા જરૂરી છે.

ઉમેદવારે ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ.

આ સ્કોલરશિપનો સમયગાળો ત્રણ મહિનાથી દસ મહિનાનો રહેશે.

આ સ્કોલરશિપ ડિગ્રી કોર્સ માટે આપવામાં આવતી નથી, પણ આ દેશની યુનિવર્સિટી, ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ વર્ક અથવા તો સ્ટડી વિઝિટ માટે આપવામાં આવે છે.

શોર્ટ ટાઈમ માટે ઈન્ડિપેન્ડન્ટ રિસર્ચ એક્ટિવિટી માટે જે તે સંસ્થા, ઈન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટીના નિયમો મુજબ ઉમેદવારે અભ્યાસ કરેલો હોવો જોઈએ અને હોસ્ટ ઈન્સ્ટિટ્યૂટની પ્રોસેસ કરેલી હોવી જરૂરી છે.

ઉમેદવારે પસંદ કરેલી યુનિવર્સિટીને જાણ કરવાની રહેશે કે તેઓએ બિલાટરેલ સ્કોલરશિપ એગ્રિમેન્ટ અંતર્ગત સ્કોલરશિપ માટે અરજી કરેલી છે.

સ્ટડી સ્ટે માટે ઉમેદવારની મહત્તમ વય 26 વર્ષ અને રિસર્ચ વિઝિટ માટે 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ઉમેદવારની સ્લોવેનિય ભાષા પર પકડ હોવી જોઈએ અથવા તેના મેન્ટર કે સુપરવાઈઝરે ઉમેદવારની ખાતરી લેવી જરૂરી છે.

સ્કોલરશિપ અરજીના નિયમોનો અભ્યાસ ઉમેદવારે પોર્ટલ પર વિગતવાર કરી લેવો જરૂરી છે.

સહાય

સ્ટુડન્ટ સેન્ટર ઓફ ધ યુનિવર્સિટી દ્વારા એકોડેમેશનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

રહેવા માટેનો ખર્ચ યુનિવર્સિટી દ્વારા સીધો આપવામાં આવે છે.

દર મહિને 400 યુરોની મદદ કરવામાં આવે છે.

સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ સ્લોવેનિયા મારફતે ભોજન ખર્ચ આપવામાં આવે છે.

ભોજન ખર્ચની ચોક્કસ રકમ નિર્ધારિત કરવામાં આવે છે.

મેડિકલ ઈન્સ્યોરન્સની ફેસલિટી પૂરી પાડવામાં આવે છે.

સ્કોલરશિપની માહિતી માટે

https://tinyurl.com/2phxw5bn

પૂછપરછ માટે

[email protected]

અરજી માટે

https://tinyurl.com/5ejvud2w

સંપર્ક

Embassy New Delhi

A5/4, Block A, Vasant Vihar

110057 New Delhi

India

Phone:- +91 1141662891

Email:- [email protected]

Web:- https://tinyurl.com/y4e36hrf