કુદરતી સ્રોતો માટે જાણીતા સાઉથ અમેરિકન દેશ બોલિવિયામાં ભારતના સૌપ્રથમ એમ્બેસેડર-રાજદૂત તરીકે નિયુક્ત કરાવવા સાથે 44 વર્ષીય રાજદ્વારી રોહિતકુમાર વઢવાણાએ ઈતિહાસ રચ્યો છે.

એન્ડીઝ પર્વતમાળામાં લગભગ 12,000 ફૂટની ઊંચાઈએ વિશ્વમા સૌથી ઊંચે આવેલી રાજધાની લા પાઝ ખાતે ફરજ બજાવતા વઢવાણા તેમની કામગીરીમાં ભારે વ્યસ્ત છે. લાજવાબ કારકિર્દી ધરાવતા વઢવાણા ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS)ના 2010ની બેચના ઓફિસર છે. રોહિતભાઈની કારકિર્દીએ તેમને ઈરાનની ભારતીય એમ્બેસીમાંથી યુકે અને કેન્યાના ભારતીય હાઈ કમિશનોમાં કામગીરી સોંપી છે. તેમણે કેન્યામાં નૈરોબી ખાતે UNEP અને UN-Habitatમાં ભારતના ડેપ્યૂટી કાયમી પ્રતિનિધિ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. હવે તેમની જવાબદારી લા પાઝમાં ભારતીય દૂતાવાસને તળિયાથી ઊભી કરવાની છે. રોહિતભાઈ વઢવાણા મૂળ ઓખાના વતની હોવા સાથે ગુજરાતી કનેક્શન પણ ધરાવે છે. તેઓ 2003માં સ્નાતક થયા ત્યાં સુધી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ્સ વિશે જાણતા પણ ન હતા. તેમણે પોરબંદરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLB ડિગ્રી હાંસલ કરી અને ડિસ્ટન્સ લર્નિંગ થકી MA પણ કર્યું હતું.

વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC ઇરિના સોમવારે કેરળના પોર્ટ પર પહોંચ્યું

વિ

શ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC ઇરિના સોમવારે કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટ પર પહોંચ્યું છે. ભારતીય બંદર પર વિશ્વના સૌથી મોટા જહાજનું આગમન એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. અદાણી ગ્રૂપ દ્વારા વિકસિત આ વિઝિંજામ પોર્ટનું ગયા મહિને જ 2 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ જહાજને TEU (20 ફૂટ સમકક્ષ એકમ) ક્ષમતાના આધારે વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ માનવામાં આવે છે. MSC ઈરિનાની ક્ષમતા 24,346 TEU છે, જે તેને વૈશ્વિક શિપિંગમાં મોટો ખેલાડી બનાવે છે. 399.9 મીટરની લંબાઈ અને 61.3 મીટરની પહોળાઈ ધરાવતું આ જહાજ FIFA ફૂટબોલ મેદાન કરતાં લગભગ ચાર ગણું લાંબું છે. આ મહાકાય જહાજ 24,346 કન્ટેનર લઈ જઈ શકે છે. એશિયા અને યુરોપ વચ્ચે મોટી સંખ્યામાં કન્ટેનરના પરિવહન માટે તેનું નિર્માણ કરાયું છે. આ પહેલી વાર છે જ્યારે MSC IRINA દક્ષિણ એશિયામાં કોઈ પણ પોર્ટ પર લાંગર્યું હોય.

હવે તમે સંપૂર્ણ ચિંતા છોડો, વધુ પ્રમાણમાં ફળો ખાઓ અને ડિપ્રેશનને ખૂબ જ દૂર રાખો

પ

હેલાં જાપાન અને હવે જર્મની. ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની તૈયારીમાં છે ત્યારે મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે દેશની વૃદ્ધિને માપવી હોય તો વ્યક્તિદીઠ જીડીપી સૌથી મહત્ત્વનો માપદંડ છે, પરંતુ કેટલાક નિષ્ણાતો આવું માનતા નથી. પોલિસી અને જિયોપોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ સિદ્ધાર્થનું કહેવું છે ભારતીય અર્થતંત્ર આર્થિક વિકાસમાં ફક્ત બરાબરી કરી રહ્યું નથી, પણ ઓવરટેક કરી રહ્યું છે. ભારતનો પર કેપિટા જીડીપી એટલે કે વ્યક્તિદીઠ જીડીપી કેટલાય યુરોપિયન દેશો કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર જ્યારે પણ વૃદ્ધિ પામે છે ત્યારે કેટલાક ટીકાકારો કહેવા લાગે છે કે હજી તો વ્યક્તિદીઠ જીડીપી નીચો છે. જોકે, આ ટીકાકારોએ યાદ રાખવું જોઈએ કે ભારત કંઈ મોનાકો જેવો નાનકડો દેશ નથી. ભારત 1.4 બિલિયન લોકોની વસ્તી ધરાવતો દેશ છે. ભારતીયોની આવક ઝડપથી વધી રહી છે. સિદ્ધાર્થ કહે છે કે વર્ષ 2023માં ભારતીયોની વ્યક્તિદીઠ આવક 9.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી, જે યુરોપના ઘણા દેશો કરતાં વધારે છે.

ફિલ્મ કૂલી માટે રજનીકાંતે રૂપિયા 150 કરોડની

ફી વસૂલી તો ફિલ્મ કેટલામાં બનતી હશે?

વ

ર્ષ 2025માં જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાઇ રહી છે તેમાં ડિરેક્ટર લોકેશ કનગરાજની ફિલ્મ `કૂલી'નો પણ સમાવેશ થાય છે. ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત લીડ રોલમાં છે. એક અહેવાલ અનુસાર રજનીકાંતે આ ફિલ્મ માટે રૂ. 150 કરોડની તોતિંગ ફી વસૂલી છે. હાલ આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના તબક્કામાં છે. આ ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થવાની છે. અતિ વિશાળ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ સાથેની અપેક્ષાઓ પણ આકાશને આંબે એટલી ઊંચી છે. તેમાં રજનીકાંત ઉપરાંત નાગાર્જુન, ઉપેન્દ્ર, શૌબિન સાહિર, સથ્યરાજ અને શ્રુતિ હસન સહિતનાં કલાકારો છે. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં આમિર ખાન પણ એક કેમિયો કરવાનો છે. રજનીકાંત અને લોકેશ કનગરાજ પહેલી વખત સાથે કામ કરવાના છે, તેથી પણ તેમના ચાહકો ઘણા ઉત્સાહિત છે. જે આ પહેલાં `કૈથી', `માસ્ટર', `વિક્રમ' અને `લિઓ' જેવી ફિલ્મ બનાવી ચૂક્યા છે. આ ફિલ્મની ટીમ ખાસ તકેદારી રાખે છે કે ફિલ્મની કોઈ જ માહિતી કે વાર્તા અંગે કોઈ પણ માહિતી જાહેર ન થઈ જાય. આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે, એમાં પણ કેટલીક આછેરી ઝલક જ મળે છે, ફિલ્મની વાર્તા વિશે બહુ ખ્યાલ આવતો નથી. હવે એવા અહેવાલ આવી રહ્યા છે, જેનાથી અંદાજ આવે છે કે આ ફિલ્મ કેટલા મોટા બજેટમાં બની રહી છે!