સામગ્રી
1 કપ ઘઉંનો લોટ
1/2 કપ બારીક સમારેલી મેથીની ભાજી
1/2 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર
1 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર
2 ટીસ્પૂન તેલ
મીઠું સ્વાદાનુસાર
1/4 ટીસ્પૂન તેલ ગ્રીસિંગ માટે
રીત
લોટ બાંધવો : એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને કઠણલોટબાંધો. તેને 10થી 15 મિનિટ માટે બાજુ પર રાખો.
ભાગ પાડવા : લોટના 20 સમાન ભાગ કરો. વણવું : દરેક ભાગને આશરે 75 મિમી. (3 ઇંચ) વ્યાસના ગોળ આકારમાં વણી લો અને કાંટાનો ઉપયોગ કરીને આખામાં કાણાં પાડી દો (prick all over). ટ્રેમાંમૂકવું : તેલનો ઉપયોગ કરીને બેકિંગ ટ્રેને ગ્રીસ કરો અને એક સમયે 10થી 12 પૂરીઓ તેના પર મૂકો. બેકકરવું : પ્રી-હીટેડ ઓવનમાં 180°C (360°F) પર 18 મિનિટ માટે અથવા પૂરીઓ ક્રિસ્પી અને સોનેરી બદામી રંગની થાય ત્યાં સુધી બેક કરો. 9 મિનિટપછી તેમને વચ્ચે એકવાર ફેરવવાનું યાદ રાખો. પુનરાવર્તન : બાકીની પૂરીઓને બેક કરવા માટે પગલાં 4 અને 5નું પુનરાવર્તન કરો. સંગ્રહ : બેક્ડમેથીપૂરીને ઠંડી કરો અને સર્વ કરો અથવા એરટાઇટકન્ટેનરમાં સંગ્રહિત કરો.
મસાલા રોટી
સામગ્રી
1 કપ ઘઉંનો લોટ
1/4 કપ સોયાનો લોટ
1/4 ટીસ્પૂન હળદર
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર
એક ચપટી હિંગ
1/2 ટીસ્પૂન જીરું
1 ટીસ્પૂન સોયા તેલ અથવા તેલ
2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
મીઠું સ્વાદ માટે
1/8 ટીસ્પૂન સોયા તેલ અથવા તેલ મસળવા માટે
ઘઉંનો લોટ રોલિંગ માટે
2 1/2 ટીસ્પૂન સોયા તેલ અથવા તેલ રસોઈ માટે
રીત
એક ઊંડા વાસણમાં બધી સમગ્રીને ભેગી કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને એક નરમલોટ બાંધો. લોટને ઢાંકીને 15 મિનિટ માટે બાજુ પર રાખો. સોયાતેલનો ઉપયોગ કરીને લોટને ફરીથીમસળો જ્યાં સુધી તે સરળ ન થઈ જાય. પછી લોટને 10 સમાન ભાગોમાં વહેંચો. લોટના એક ભાગને વણવા માટે થોડા આખા ઘઉંના લોટનો ઉપયોગ કરીને 150 મિ.મી. (6 ઇંચ) વ્યાસનાપાતળાગોળાકારમાં વણી લો. એક નોનસ્ટિક તવાને ગરમ કરો અને દરેક રોટીને 41 નાની ચમચી (tsp) તેલનો ઉપયોગ કરીને બંને બાજુએ સોનેરી બદામી રંગની થાય ત્યાં સુધી પકાવો. મસાલા રોટીને ગરમ ગરમ પીરસો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










