દહીંવાળી


લીલી ચટણી

સામગ્રી

1/2 કપ સમારેલી કોથમીર, 1 કપ ફુદીનાનાં સમારેલાં પાન, 2 સમારેલાં લીલાં મરચાં, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1/2 કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા, 1 ટીસ્પૂન સમારેલું આદું, 2 ટીસ્પૂન સાકર, 1/2 કપ તાજું ઝેરી લીધેલું દહીં, મીઠું, સ્વાદ માટે

રીત

દહીં સિવાયની બધી સામગ્રીને ભેગી કરીને, થોડા પાણીનો ઉપયોગ કરીને બ્લેન્ડરમાં મુલાયમ પેસ્ટ થાય ત્યાં સુધી પીસી લો. ચટણીને એક બાઉલમાં કાઢી, તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. દહીંવાળી લીલી ચટણીને રેફ્રિજરેટરમાં રાખો અને જરૂર મુજબ ઉપયોગ કરો.

ખજૂર આમલીની ચટણી

સામગ્રી

1 કપ બી કાઢેલી ખજૂર, 2 ટેબલસ્પૂન બી કાઢેલી આમલી, 1/2 કપ ખમણેલો ગોળ, 1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર, 1 ટીસ્પૂન જીરા પાઉડર, મીઠું, સ્વાદાનુસાર

રીત

ખજૂર અને આમલીને ધોઈને પ્રેશર કૂકરમાં મૂકો. ગોળ અને 1 કપ પાણી ઉમેરો અને પ્રેશર કૂકરમાં 2 સીટી સુધી રાંધો. વરાળ નીકળવા દો અને પછી મિક્સરમાં ભેળવીને સ્મૂધ પેસ્ટ બનાવો. મિશ્રણને ચાળણી દ્વારા ગાળી લો. 1 1/2 કપ પાણી, મરચાં પાઉડર, જીરું પાઉડર અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

ખજૂર આમલીની ચટણીને રેફ્રિજરેટરમાં રાખો અને જરૂર મુજબ ઉપયોગ કરો.


  • Follow us on: