પુન: જન્મ અને પેરાનોર્મલ ઘટનાઓ પર સંશોધનકર્તા પરામનોવૈજ્ઞાનિક દ્વારા એ પ્રમાણિત થયેલું છે કે ફક્ત ભૌતિક શરીર જ જીવનનો પર્યાય નથી અને તેની સમાપ્તિને જીવનની સમાપ્તિ સમજી ન શકાય.
અનુભવ અને પ્રમાણ બધા જ સ્વીકારે છે કે ચેતના (આત્માના) અસ્તિત્વની ઉપસ્થિતિ ભૌતિક શરીરના નષ્ટ થયા પછી પણ કાયમ રહે છે. સૂક્ષ્મ વાસના જગતમાં પ્રેતાત્માઓની ઉપસ્થિતિ આ તથ્યને પ્રમાણિત કરે છે.
પ્રેતાત્માઓનું દૃષ્ટિગોચર થવું આ રહસ્યની વ્યાખ્યા કરવા માટે પર્યાપ્ત છે કે શરીરનું પ્રયોજન તો ફક્ત એટલું જ છે કે તે આત્માની ઉન્નતિ કરવા માટે મદદરૂપ હોય છે, પરંતુ જીવનમાં જે શરીર સુખ તથા લૌકિક સુખની મોહજાળમાં ફસાઈ જાય છે તેમણે પ્રેતયોનિમાં જ ભટકવું પડે છે.
પુન: જન્મ અને પરામનોવૈજ્ઞાનિક વિષયને લઈને અમેરિકાની એક પત્રિકામાં સંપાદક જ્યોર્જ લેધને પોતાના જીવન પર બનેલી એક ઘટનાના કારણે પરલોક અને પ્રેતાત્માઓના અસ્તિત્વ પર વિશ્વાસ થયો અને તેમની રુચિ આ વિષય ઉપર શોધ કરવા માટે પ્રેરાઈ. પોતાના લેખનો પ્રારંભ કરતાં તેમણે એક જગ્યાએ ઘટના વિશે જાણકારી આપી છે. તેમનો પોતાનો મોટો પુત્ર જેનું નામ જોની હતું. મહાયુદ્ધમાં તે વીરગતિને પ્રાપ્ત થયો હતો. એક તોપના ગોળાએ તેના શરીરના ટુકડેટુકડા કરી નાંખ્યા હતા, પરંતુ આવા હિંસક અને અકાળ મૃત્યુ પ્રાપ્ત હોવાના બહુ જ સમય પછી તેણે પોતાના પિતાની સામે બરાબરનો સંપર્ક જાળવી રાખ્યો હતો.
આ તથ્યનો ઉલ્લેખ કરતાં જ્યોર્જ લેધને લખ્યું છે કે, `મારો પુત્ર જોની સ્વર્ગીય માનવામાં આવે છે. બધા જ જાણે છે કે તે યુદ્ધમાં માર્યો ગયો છે, પરંતુ મારા માટે તે હજુ પણ સશરીર જીવિત છે. તેના શરીરના નષ્ટ થયા પછી પણ મને હંમેશાં એવું પ્રતીત થાય છે કે જાણે તે અત્યારે પણ પરદેશમાં રહે છે અને ક્યારેક ક્યારેક પોતાને કુશળક્ષેમ બતાવવા અથવા મારી કુશળતા જાણવા માટે આવે છે.'
જ્યોર્જ લેધને પોતાની લેખમાળામાં પ્રેતાત્માઓના વિચિત્ર ક્રિયાકલાપો તથા પ્રેતાત્માના દર્શનની અન્ય ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. એવી ઘટનાઓ જેની ઉપર સંશોધન તેમણે જાતે કર્યું છે.
જેરાલ્ડ પોલર બ્રિટિશ સૈન્યમાં એક ઉચ્ચ અધિકારી પદ ઉપર નિયુક્ત છે. યુદ્ધ દરમિયાન કોઈક પ્રકારે એક ભારતીય સિપાઈના પ્રેતાત્માએ તેમનો જીવ બચાવ્યો હતો. યુદ્ધ પૂરુ થતાં તેમણે આશ્ચર્ય પ્રગટ કરતાં આ વાતનો સ્વીકાર કર્યો હતો.
ઘટના એ દિવસની છે જ્યારે તેઓ બર્મા યુદ્ધ દરમિયાન મોરચા ઉપર નિયુક્ત હતા. જાપાનના સૈનિકોની સાથે યુદ્ધ ચાલતું હતું અને જાપાનીઓ બહુ જ ભયંકર ગોળીબાર કરી રહ્યા હતા. નિરંતર ચાલતા આ યુદ્ધમાં તેઓ ઘણા દિવસ સુધી વિશ્રામ કરી શક્યા ન હતા.
પોલમને થયું કે મારે થોડો આરામ કરી લેવો જોઈએ. તે પોતાની તોપના સહારે પોતાની પીઠ ટેકવીને ઊભા હતા અને પોતાની આંખો બંધ કરી હતી કે તેમને અચાનક એવું મહેસૂસ થયું કે જાણે તેમની નજીક કોઈક ઊભેલું છે અને જ્યાં તેમણે આંખો ખોલી તો તેમણે એક ભારતીય સિપાઈને પોતાની સામે ઊભેલો જોયો અને પછી પેલા સિપાઈએ બહુ જ નમ્રતાથી પોલમને સંદેશો આપ્યો કે કેપ્ટન તમને અત્યારે જ મળવા માંગે છે અને તમને તરત બોલાવ્યા છે.
સંદેશો મળતાં જ પોલમ તરત જ સિગ્નલ ઓફિસે પહોંચ્યા, પરંતુ ત્યાં પહોંચીને તેઓ અચંબામાં પડી ગયા, કારણ કે કેપ્ટન ત્યાં હતા જ નહીં અને તેમને ખબર પડી કે તેમને કોઈએ બોલાવ્યા જ નથી. તેમણે પાછળ વળીને જોયું તો તેઓ આશ્ચર્યચકિત રહી ગયા કે પેલા સિપાઈનો કોઈ પત્તો જ નથી.
તેઓએ પાછા પોતાના મોરચા ઉપર પહોંચવાનું વિચાર્યું. તેઓ ખૂબ ગુસ્સામાં હતા, પરંતુ તેઓ પાછા મોરચે પહોંચ્યા તો તેમણે જોયું કે થોડાક સમયની તેમની અનુપસ્થિતિમાં બધું જ તહસનહસ થઈ ગયું હતું અને જો તેઓ થોડાક સમય પૂર્વે મોરચા ઉપર હાજર હોત તો કદાચ તેમના શરીરના ટુકડેટુકડા થઈ ગયા હોત, પરંતુ તેઓ આ રહસ્યને વધારે સમય પછી પણ સમજી ન શક્યા કે પેલો કોણ હતો?
આશ્ચર્યની વાત એ છે કે તેમની નાની ટુકડીમાં ક્યારેય પણ કોઈ ભારતીય સૈનિક હતો જ નહીં!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










