પૈસા હાથનો મેલ છે તો પણ માણસ રાત-દિવસ તેની પાછળ કેમ દોડે છે?  


(અમૃત સોલંકી - ટાઢાની વાડી બોટાદ)  

લોકોને મેલા રહેવું ગમે છે.

  ખારી (બિસ્કિટ) ખારા નથી હોતા છતાં તેને ખારી કેમ કહે છે?

(રોહિત દરજી `કર્મ' - હિંમતનગર)  

તપેલી તપેલી ન હોય ત્યારે પણ એને તપેલી કહે છે એટલે.

  ધીરજનાં ફળ મીઠાં જ કેમ હોય છે?

(ગૃહિત શિંગાળા - રાજકોટ)  

કેમ કે એ સારી ક્વોલિટીનાં ફ્રૂટ રાખે છે.

  દુનિયાની સૌથી કીમતી વસ્તુ કઈ છે?  

(રમેશસિંહ એલ. રાઠોડ - મજરા, પ્રાંતિજ)  

ઊંઘ.

  દાંતવાળાં કૂતરાં કરડે તો ઈન્જેક્શન લેવાં પડે, તો દાંત વગરનાં બોખાં કૂતરાં કરડે તો શું કરવું?

(ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ - મધવાસ, લુણાવાડા)  

કૂતરાને ચોકઠું કરાવી આપવું.

  લોકો દારૂ પીને દવાખાને શું કરવા જતા હશે? (સોમાતભાઈ ગોવિંદભાઈ નંદાણિયા - લોએજ, માંગરોળ)  

દવા-દારૂ કરાવવા.

  લગ્ન બાદ પતિ કરતાં પત્ની કેમ વધારે ઉડાઉ બની જાય છે?

(હંસાબહેન ઘનશ્યામ ભરુચા - 

વિરાર, મુંબઇ)   

એના બાપના રૂપિયા ક્યાં વપરાતા હોય છે?

  કોક્રોચનો અર્થ શું થાય?

(ઝાલા રણજિત - ગૌચરના 

મુવાડા, કપડવંજ)  

વંદા જે હોય ગંદા.

  મોંઘવારી અને ભ્રષ્ટાચાર ક્યાં સુધી રહેશે?

(જિતેન્દ્ર એમ. ટાંક `કવિ જિમ', ડિસા)  

જબ તક સૂરજ ચાંદ રહેગા.

  `ફૂલ તુમહેં ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ' આમાં ફૂલની કિંમત શું સમજવી?

(મુકેશ ટી. ચંદારાણા - મીઠાપુર)  

ભેજા જેટલી.

  રાશિ સારી પણ ભવિષ્ય ધૂંધળું. એવું કેમ? (જય કનૈયાલાલ ભાવસાર - ચાણક્યપુરી, અમદાવાદ)  

લખણ ખોટાં હોય એટલે.

  ઊંઘની ગોળી બની શકે છે, પણ સવારે વહેલા ઊઠવાની ગોળી કેમ નથી બનતી?  

(અબ્બાસઅલી ગિનિવાલા - વડોદરા)  

પેટ સાફ કરવાનીનો ડબલ ડોઝ લઈ લેવો, ઊઠીને દોડવું પડશે.

  જમણવારમાં પેટ પટારો કેમ બની જાય છે? (કનૈયાલાલ હરીભાઈ ભાવસાર - ભાવસાર ઓળ, વડનગર)  

મફતનું ભોજન સૌને ગમે.

  પત્નીને ઘરકામમાં મદદ કરવા કયું કામ કરાવવું જોઈએ?

(મહાસુખ દરજી - ઈશનપુર, અમદાવાદ)  

એને નડવું ન જોઈએ.

  આવી ગરમીમાં કોઈ તમારી પર પાણી નાખે તો તમે ગુસ્સે થાવ કે ખુશ થાવ?

(શિવમ યાજ્ઞિક - યુનિવર્સિટી રોડ, રાજકોટ)  

પાણીના તાપમાન પર જવાબનો આધાર છે.

  સ્મશાનમાં રહેવું જોખમી છે કે સંસારમાં? (ચંપકસિંહ રાજ - આજવા રોડ, વડોદરા)  

સ્મશાનમાં બબાલ થવાના ચાન્સીસ નહીંવત્ હોય છે.

  કોયલ કેમ કાગડીના માળામાં પોતાનાં ઈંડાં મૂકી આવે છે?

(યોગેશભાઈ આર. જોશી - હાલોલ)  

કેમ કે કાગડી સારી બેબીસિટર છે.

  કાનથી સાંભળેલું સાચું કે આંખથી જોયેલું સાચું?

(મૌલિક ઠક્કર - જામનગર)  

પત્ની કહે એ સાચું.

  ભૂતપ્રેત, જીન ક્યાં જોવા મળે?

(વિવેક મનીષ આચાર્ય - રાજકોટ)  

આપણી આજુબાજુ.

  આંખ આડા કાન કરવા એટલે શું?

(જિતેન્દ્ર શાહ - હિંમતનગર)  

કોઈ જોતું હોય ત્યારે એની આંખો સામે મોઢું આડું કરી આંખ સામે કાન ધરવા.

  ભાઈબંધ કેવા હોવા જોઈએ કૃષ્ણ સુદામા જેવા કે જય વીરુ જેવા?

(અમરીશ મેહતા - ગુરુકુલ, અમદાવાદ)  

ખપારા કોડિયા જેવા.

  જેને મગજ ન હોય એને બ્રેઇન હેમરેજ થાય? (કુશલ શાહ - ગોરવા, વડોદરા)  

એને ખોપરીમાં ખાલી ચડી જાય.

  ધામધૂમથી લગ્ન કરવાં સારાં કે કોર્ટ મેરેજ કરવા સારા?

(શૈલેષ ચાવડા - વિરમગામ)  

આર્થિક પરિસ્થિતિ મુજબ જોખમ લેવું.

  લોકો હંમેશાં પારકી પંચાત કેમ કરે છે? (માલવિકા જયેશકુમાર સ્વાદિયા - ભૂજ)  

પોતાની કરવા જાય તો ઘરમાં છૂટા હાથની મારામારી થાય.  

  લગ્ન વખતે હસ્તમેળાપ કરવામાં આવે તો છૂટાછેડા વખતે? (ઘનશ્યામ એચ. ભરુચા - વિરાર, મુંબઈ)  

પંજા લડાવવાના.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: