શું અસંતોષ જરૂરી બાબત નથી? `જે છે' તેને ગૂંગળાવી દેવા માટે નહીં, પરંતુ `જે છે' તેની સમજથી સંતોષ આવે તે માટે અથવા તેની ઝીણવટભરી તપાસ કરવામાં પ્રોત્સાહન મળે તે માટે શું અસંતોષ જરૂરી નથી? તે સંતોષ વિચારની કોઈ પદ્ધતિથી ઉત્પન્ન થયેલો સંતોષ નથી; પરંતુ આ તો એ સંતોષ હું કે જે `જે છે' તેની સમજણથી આવ્યો છે. આ સંતોષ અશાંત, ઉત્તેજિત, અપૂર્ણ હોય અથવા શાંતિ શોધતો હોય, `જે છે' તેનાથી દૂર ભાગવાનો ઉપાય શોધતો હોય એવા મન દ્વારા નથી ઉદ્ભવ્યો. આમ મન સમર્થન, તુલના, નિર્ણય દ્વારા `જે છે' તેને બદલવા પ્રયત્ન કરે છે. તેમ કરીને તે એવી અવસ્થા પ્રાપ્ત કરવાની આશા રાખે છે કે જ્યાં તેને કોઈ ખલેલ ન પહોંચે, જ્યાં તે શાંત રહી શકે, જ્યાં નીરવતા હોય અને જ્યારે સામાજિક પરિસ્થિતિને લીધે મન ગરીબાઈ, ભૂખમરો, અધોગતિ, ડરામણી આપત્તિ વગેરે જોઈને તેને બદલવા ઇચ્છે છે; તે આ બદલવાની ઇચ્છામાં જ તે તેની જાળમાં સપડાઈ જાય છે, ફસાઈ જાય છે, પરંતુ જો મન `જે છે' તેને બીજા કશામાં બદલવાની ઇચ્છા ધરાવ્યા વગર જોવા માટે સમર્થ હોય તો તમને જણાશે કે ત્યારે `મનનો ન હોય તેવા પ્રકારનો' સંતોષ ઉદ્ભવે છે. મન દ્વારા જે સંતોષ ઉત્પન્ન થયો છે તે તો પલાયન છે. તે નિષ્ફળ છે, તે મૃત છે, પરંતુ એક એવો સંતોષ છે કે જે મનથી ઉત્પન્ન થયો નથી. આવો સંતોષ ત્યારે જ ઉદ્ભવે છે કે જ્યારે `જે છે' તેની સમજ હોય. `જે છે' તેની સમજમાં ગૃહન ક્રાંતિ હોય છે અને તે સમાજ અને વ્યક્તિગત સંબંધને અસર કરે છે.


અસંતોષને જીવંત રાખો

બીજા કોઈ પણ પ્રશ્ન કરતાં, બીજી કોઈ ઝીણવટભરી તપાસ કરતાં પહેલાં, હકીકત શું છે તે શોધી કાઢતાં પહેલાં કે સત્ય શું છે, જીવનમાં જરૂરી શું છે એ જાણીએ તે પહેલાં શું આપણા જીવનમાં અસંતોષ જરૂરી નથી? હું જ્યારે કૉલેજમાં હતો ત્યારે કદાચ મારામાં એ જબરો અસંતોષ હોય અને જ્યારે મને સારી નોકરી કે ધંધો મળી જાય ત્યારે આ અસંતોષ અદૃશ્ય થઈ જાય છે. હવે હું સંતુષ્ટ છું, હું મારા કુટુંબનું ભરણપોષણ કરવા માટે સંઘર્ષ કરું છું. મારે આજીવિકા રળવાની છે અને આમ મારો અસંતોષ શમી જાય છે, નાશ પામે છે અને હું સામાન્ય, મધ્યમમાર્ગી માણસ બની જાઉં છું, જીવનની બાબતોથી સંતુષ્ટ માણસ બની જાઉં છું. હવે હું અસંતુષ્ટ નથી, પરંતુ આ અસંતોષની આગ શરૂઆતથી અંત સુધી પ્રજ્વલિત રાખવાની છે કે જેથી સાચી તપાસ થાય, અસંતોષ શું છે તે સમસ્યાની ઝીણવટભરી તપાસ થાય. મન પોતાને સંતુષ્ટ કરવા માટે બહુ સહેલાઈથી કોઈ માદક દવા શોધી કાઢે છે. જેમ કે, સદ્ગુણો, ગુણવત્તા, વિચાર, કાર્યો અને તેને માટે તે રોજિંદો ક્રમ પણ નક્કી કરે છે અને પછી તેમાં જ જકડાઈ જાય છે. આપણે તેનાથી બહુ પરિચિત છીએ, પરંતુ આપણી સમસ્યા અસંતોષને કેવી રીતે શાંત કરવો એ નથી, પરંતુ એ અસંતોષને કેવી રીતે પ્રજ્વલિત રાખવો તે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: