આપણે કેટલી વાર સ્પર્શ કે તાપમાનનો અનુભવ કરીએ છીએ તે વિશે વિચારો. કોફી કે ચાનો કપ પકડીને આપણે જે હૂંફ અનુભવીએ છીએ, કોઈ પ્રિય વ્યક્તિને ગળે લગાવતી વખતે આપણને જે આરામ મળે છે - આ તાપમાન, સ્પર્શ, શરીરની સ્થિતિ અને હલનચલન, દુખાવો અને ખંજવાળ સહિતની સંવેદનાઓ આપણા રોજિંદા જીવન અને આપણી દુનિયાનો અભિન્ન ભાગ છે.

તીખાં તમતમતાં મરચાં આટલાં લોકપ્રિય કેમ છે? લોકોને મરચાં કેમ ગમે છે તેનું સૌથી તાર્કિક કારણ છે લોકોને પોતાની મર્યાદાઓને પડકારવાનું ગમે છે. જેમ કે, કેટલાક લોકોને ડરામણી ફિલ્મો જોવાનું ગમે છે, કેટલાકને સ્કાયડાઇવ ગમે છે, તેવી જ રીતે એવાય લોકો છે જે કેપ્સેસીનથી થતી પીડા (તીખાશને કારણે થતો ચચરાટ)નો આનંદ માણે છે. ખરેખર મરચું એક અનોખી વસ્તુ છે! કેપ્સેસીન મરચાંનો અર્ક છે, જેમાં કેપ્સિકમ નામના શરદી નિવારક ગુણધર્મો છે. તેની શોધ થઈ ત્યારથી તેનો ઉપયોગ બળતરાના દુખાવાની સારવાર માટે હોમિયોપેથિક ઉપાય તરીકે થાય છે.

1990ના દાયકામાં આ વિષય પર કામ કરવાનું શરૂ કર્યું હતું. કેલિફોર્નિયા યુનિવર્સિટીના જુલિયસ અને તેમના સાથીઓ કેપ્સેસીન તરીકે ઓળખાતા એક અપરંપરાગત સંયોજન પર વિચાર કરી રહ્યા હતા, જે એક એવું રસાયણ છે જે મરચાંને સ્પર્શ કરતી વખતે અથવા ખાતી વખતે બળતરા અનુભવે છે. જ્યારે સંશોધકો પહેલેથી જ જાણતા હતા કે કેપ્સેસીન ચેતાકોષોને સક્રિય કરે છે, જે પીડાની સંવેદનાઓનું કારણ બને છે. જુલિયસે તે શોધવાનો પ્રયાસ કર્યો કે ચેતા અંતમાં કયા સેન્સર ખરેખર આ સંયોજનમાંથી આવતી ગરમીનો પ્રતિભાવ આપે છે. સંવેદનાઓ શરીરની સોમેટોસેન્સરી સિસ્ટમનો ભાગ છે. એક સિસ્ટમ જેમાં ન્યુરલ માર્ગો અને પેરિફેરલ રિસેપ્ટર્સનો સમાવેશ થાય છે. જેના દ્વારા નર્વસ સિસ્ટમ ચોક્કસ માહિતી શોધે છે અને પ્રક્રિયા કરે છે. સ્પર્શ જેને મિકેનસેપ્શન કહેવાય છે, તાપમાન જેને થર્મોસેપ્શન કહેવાય છે, પીડા જેને નોસિસેપ્શન કહેવાય છે.

મેન્થોલનો ઉપયોગ કરીને જુલિયસે TRPM8 ઓળખી કાઢ્યું, જે એક રિસેપ્ટર છે, જે ઠંડીથી સક્રિય થાય છે. તેણે TRPA1 ઓળખવા માટે વસાબીમાં જોવા મળતા રસાયણનો પણ ઉપયોગ કર્યો, જે પીડાથી ઉશ્કેરાય છે. જુલિયસની TRPV1 શોધ એક સફળતા હતી જેણે ચેતાતંત્રમાં તાપમાન વિદ્યુત સંકેતોને કેવી રીતે પ્રેરિત કરે છે તે અંગે વધુ સંશોધન કરવાની તક આપી. કેલિફોર્નિયાના સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પટાપૌટીયને આપણી સ્પર્શની ભાવનાને ટેકો આપતી પદ્ધતિઓ શોધી કાઢી. આ સંશોધન સૌપ્રથમ ત્યારે શરૂ થયું જ્યારે તેમણે અને તેમની ટીમે એક પ્રકારના કોષને ઓળખ્યો, જે માઇક્રોપીપેટથી પોક કરવામાં આવે ત્યારે વિદ્યુત સંકેત આપે છે, પરંતુ આ દબાણ-સંવેદનશીલ કોષો વિશે વધુ સમજવા માટે, પટાપૌટીયન અને તેમની ટીમને પહેલાં એ ઓળખવાની જરૂર હતી કે કયો રિસેપ્ટર જવાબદાર છે. એનો અર્થ એ કે આપણી પાસે બળતરા, ખંજવાળ, દુખાવો અને ઠંડા એલોડિનિયા (ઠંડા તાપમાન પ્રત્યે વધેલી સંવેદનશીલતા)ની સારવાર માટે દવાઓનાં લક્ષ્યો

હોઈ શકે છે.

આ શોધો ભવિષ્યમાં વિવિધ પ્રકારની સ્થિતિઓની સારવારમાં મદદ કરી શકે છે. જેમાં ક્રોનિક પીડાનો પણ સમાવેશ થાય છે. આ શોધોએ ચેતાને ખરેખર કેવી રીતે સક્રિય કરી શકાય તે માટે સંવેદના પદ્ધતિનો પર્દાફાશ કર્યો અને નોબલ પુરસ્કાર તરફ દોરી ગયો. આ જ કારણ છે કે 2021નો શરીરવિજ્ઞાન અથવા દવાનો નોબલ પુરસ્કાર ડેવિડ જુલિયસ અને આર્ડેમ પટાપૌટીયનને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો. નોબલ પારિતોષિક વિજેતાઓએ આપણને કેવી પીડા થાય છે તેનો અભ્યાસ કરવા માટે મરચાંનો ઉપયોગ કર્યો. આ જોડીની ક્રાંતિકારી શોધોનું પ્રારંભિક બિંદુ જ જુલિયસનો મરચાંનો ઉપયોગ હતો. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો કેપ્સેસીન; એક તીખું સંયોજન જે મરચાં ખાઈએ ત્યારે બળતરા પેદા કરે છે.