રશિયાના સુદૂર પૂર્વમાં આવેલા કમચટકામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો કે જે અત્યાર સુધીના શક્તિશાળી ભૂકંપોમાંથી એક છે.
ત્યારબાદ પ્રશાંત મહાસાગરના તટો પર અનેક ફૂટ ઊંચી લહેરો ઉઠી અને હજારો કિલોમીટર દૂર સુધી સુનામી(જાપાની ભાષામાં ત્સુનામી)ની અસર જોવા મળી. ભૂકંપ આવે ત્યારે સમુદ્રમાં તો સુનામી આવે છે, પરંતુ નદીઓમાં કેમ નથી આવતી? તેનું કારણ શું? ક્યારેક નદીની નીચે ભૂકંપની આવે તો શું થાય? તે જાણીએ.
સમુદ્રમાં સુનામી આવવાનું કારણ
સુનામી સમુદ્રની અંદર આવેલા ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂસ્ખલનને કારણે સમુદ્રના તળિયું અચાનક જ ખૂબ જ વધારે ઊંચુ-નીચું થવાને કારણે પેદા થાય છે. તેનાથી સમુદ્રનો બહુ મોટો પાણીનો ભાગ પણ જોરથી હલે છે. તેને કારણે વિશાળ લહેરો બને છે જે કિનારા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધે છે. આ લહેરોમાં એટલી અપાર ઊર્જા હોય છે કે આ લહેરો જ્યારે તટે પહોંચે છે ત્યારે બહુ ઊંચી ઊઠે છે અને કિનારાના વિસ્તારમાં તબાહી મચાવી દે છે.
નદીઓમાં સુનામી કેમ આવે છે?
હવે સવાલ એ જ છે કે પાણી તો નદીઓમાં પણ ખૂબ હોય છે તો ત્યાં ભૂકંપની સ્થિતિમાં પણ સુનામી કેમ નથી આવતી? તો જવાબ એ છે કે નદીઓની ઊંડાઈ અને આકાર સમુદ્ર કરતા તો બહુ નાનો હોય છે. નદીઓ સાંકળી હોય છે જ્યારે સમુદ્ર ઊંડો અને ખૂબ જ ફેલાયેલો હોય છે. તેથી ભૂકંપનો પ્રભાવિત વિસ્તાર નદીની નીચે હોય તો પણ તે એટલા પ્રમાણમાં પાણીને હીલોળા નથી મરાવી શકતો કે સુનામી જેવી વિશાળ લહેરો બની શકે.
નદીઓ મોટેભાગે જમીન પર વહે છે, તેથી સમુદ્રની જેમ તેની પાસે વિશાળ પાણીનો જથ્થો નથી હોતો. સુનામીના બનવા માટે જરૂરી છે કે બહુ મોટા વિસ્તારનું પાણી અચાનક જ હલી જાય. નદીઓમાં સીમિત માત્રામાં પાણી હોય છે, તેથી વિશાળ દબાણ કે હીલોળા ઉત્પન્ન થઈ શકતા નથી.
નદીની બરાબર નીચે જ ભૂકંપ આવે તો!
ભૂકંપમાં સમુદ્રતળ પ્રભાવિત થાય છે, પરંતુ નદીનાં તળિયા પર તે અસર કરી શકતો નથી. એમાં શંકાને કોઈ સ્થાન નથી કે નદીની નીચે જ પ્લેટો ખસી હોય તો જમીન જોરદાર હલે, પરંતુ સુનામી જેવી લહેરો ઊઠતી નથી. નદીમાં ભૂકંપથી વધારેમાં વધારે પાણીના વહેણ પર અસર થઈ શકે જેમ કે અમુક જગ્યાએ પાણી ઉછળીને બહાર વહે, વહેણની તીવ્રતા વધી જાય કે પછી કોઈ બંધમાં તિરાડો પડે, પરંતુ આ બધુ સ્થાનિક સ્તર પર જ થાય. જ્યારે સુમદ્રની સુનામીની અસર અનેક દેશોને થતી હોય છે.
નદી નીચે ભૂકંપ આવ્યા ત્યારે શું થયેલું?
વર્ષ 2005માં કાશ્મીરમાં જેલમ નદીની નીચે ભૂકંપ આવ્યો હતો. ત્યારે જેલમ અને તેમાંથી નીકળનારી ધારાઓના વહેણમાં થોડો સમય સુધી અસર થઈ હતી. અમુક જગ્યાએ પાણી રોકાઈ ગયું હતું. એ જ રીતે ઈ.સ. 1970માં ચીનમાં નદી નીચે આવેલા ભૂકંપને કારણે નદીઓએ પોતાના રસ્તો બદલી લીધો હતો.