પ્રશ્ન

: મારી ઉંમર 43 વર્ષ છે. મને છેલ્લા ઘણા સમયથી સાથળના મૂળમાં દુખાવો થયા કરે છે. પહેલાં મને થયું ગર્ભાશયને લગતો કોઇ પ્રોબ્લેમ નહીં હોયને? અમે ગાયનેકને બતાવ્યું, એમણે બધાં ટેસ્ટ કરાવડાવ્યા, અમુક રિપોર્ટ્સ કહ્યા હતા એ પણ કરાવ્યા. આ બધાં જ રિપોર્ટ્સ નેગેટિવ છે. મને કોઇ જ સમસ્યા નથી એમ એમનું કહેવું છે પણ દુખાવો બંધ નથી થતો. ગાયનેકે મને ઓર્થોને બતાવવાની સલાહ આપી. એમનું કહેવું છે કે સ્નાયુઓનો દુખાવો હોઇ શકે. સ્નાયુઓ ખેંચાઈ ગયા હોય તો આ સમસ્યા થાય. મેં ઓર્થોને બતાવ્યું તો એમણે અમુક દવાઓ લખી આપી. દવાઓ લઉં છું તો સારું રહે છે પણ દવા જેવી બંધ કરું કે તરત જ દુખાવો ફરીથી શરૂ થઇ જાય છે. મારે કાયમી ઇલાજ જોતો હોય તો શું કરવું?

જવાબ : તમે કસરતનો સહારો લઇ શકો છો. સ્નાયુઓનું ખેંચાણ હોય તો આ દુખાવો થતો હોય છે. આ ખેંચાણને દૂર કરવા પેઇનકિલરને બદલે કસરત વધારે ઉપયોગી થઇ શકે છે. ફિઝિયોથેરાપિસ્ટને બતાવી જુઓ. એ તમને આ બાબતે મદદરૂપ થઇ શકશે. એ કસરત કરાવશે તો સમસ્યાનો હલ થઇ જશે.

પ્રશ્ન : મારી ઉંમર 23 વર્ષ છે. મારે પેટના ભાગે બહુ ડાર્ક રુવાંટી આવે છે. જાણે વાળ જ ઉગ્યા હોય એવું લાગે છે. આવું થોડા સમયથી જ થાય છે. પહેલાં પેટ ઉપર રુવાંટી હતી પણ આટલી ડાર્ક નહોતી. આવું કેમ થતું હશે? આનો કોઈ ઉપાય?

જવાબ : આ માત્ર ને માત્ર હોર્મોનલ ચેન્જીસના કારણે જ થતું હોય છે. આનો ઉપાય વેક્સ અથવા તો હેર રિમૂવર જ છે. હવે તમે પરમેનન્ટ હેર રિમૂવરથી પણ તમારી સમસ્યાનું સોલ્યુશન લાવી શકો છો.

પ્રશ્ન : મારી ઉંમર 22 વર્ષ છે. આવતા વર્ષે મારાં લગ્ન થવાનાં છે. મારી સગાઈ જે છોકરા સાથે નક્કી થઇ છે એનો નાનો ભાઇ મને ગમે છે. હું ઘણી નાની હતી ત્યારે અમારી સગાઇ નક્કી કરવામાં આવી હતી. મને મારા મંગેતર કરતાં એના નાના ભાઇનો દેખાવ અને સ્વભાવ બંને ખૂબ ગમે છે. એ બોલકો ને એકદમ મારા જેવો જ છે. મારે હવે શું કરવું જોઇએ? મારે મારા મંગેતર સાથે લગ્ન નથી કરવાં.

જવાબ : પહેલી વાત તો એ કે તમને તમારા મંગેતરનો નાનો ભાઇ ગમે છે તો શું એમને તમે ગમો છો? જો એમની સાઇડથી લાગણી ન હોય તો એકતરફી લાગણીથી તમે કેવી રીતે એની સાથે જોડાઈ શકશો? જો એના તરફથી પણ લાગણી હોય તો તમે તમારા ઘરમાં આ વાત રજૂ કરો. જોકે, આ બાબતે ઉતાવળ ન કરવી જોઇએ.


  • Follow us on: