PCODમાં સામાન્ય રીતે મસિકચક્ર અનિયમિત થવું, વજન વધવું, ચેહરા પર અનિચ્છનિય વાળ આવવા, ખીલ થવા તથા બ્લેક સ્પોટ થવા વગેરે જેવી સમસ્યાઓ થાય છે. PCOD સામન્ય રીતે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે થાય છે.
PCOD નિયંત્રિત કરવા માટે ઉપયોગી આહાર...
PCOD ને નિયંત્રિત કરવા માટે ફાઇબર ફુડ, પ્રોટિનયુક્ત આહાર તથા હેલ્થી ફેટ્સ ઉપયોગી નીવડે છે
ફાઇબરયુકત આહાર જેમકે રાગી, બાજરી, બ્રાઉનરાઇઝ જેવા અનાજો તથા ફાઇબરયુક્ત લીલા શાક્ભાજીઓ જેમકે બ્રોકોલી, ફુલગોબી, પાલક તથા અન્ય લીલાપાંદડાવાડા શાકભાજીઓ ઉપયોગી નીવડે છે.
પ્રોટીનયુક્ત આહાર જેમકે ફીશ, દરેક પ્રકાર ની દાળ તથાફણગાવેલા કઠોળ તમને હોર્મોન્સ નીયંત્રિત કરવામા તથા વજન ઘટાડવામા મદદરૂપ થશે.
હેલ્થી ફેટ્સ જેમકે ઍવૉકાડૉ, બદામ, અખરોટ તથા અળશીના બીજ, તખમરિયા ના બીજ, શણના બીજ વગેરે ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબર નો ઉત્તમ સ્ત્રોત છે. જે હોર્મોંન્સ સંતુલિત કરે છે તથા કોલેસ્ટ્રોન ઘટાડવામા મદદરૂપ થાય છે.
PCOD માં નીચેના આહારનું સેવન ટાળૉ
પ્રોસેસ્ડફુડ તથા ફાસ્ટફુડનું સેવન ટાળવુ જોઇએ
એનૅજી ડ્રિક્સ, શુગર વાલા ફ્રુટ જ્યુસ તથા ઠંડાપીણા નું સેવન ટાળવુ જોઇએ
ડેરી પ્રોડક્ટ્સ જેમકે કેક, કેન્ડી તથા સુગરવાળા પદાર્થોનું સેવન ટાળવું જોઈએ
PCOD માં ઉપયોગી યોગસન...
PCOD ને નિયંત્રિત કરવામા બદ્ધકોણાસન, સુપ્ત બદ્ધકોણાસન, ઉસત્રાસન તથા શલભાસન જેવા આસનો ઉપયોગી સબિત થાય છે.
શું PCOD માં ગર્ભાવસ્થા શકય છે?
PCOD માં ગર્ભાવસ્થા વિશે લોકોમાં ખોટી માન્યતા રહેલી છે કે PCOD માં ગર્ભ ધારણ કરવો અશક્ય છે. PCOD એક એવી બીમારી છે જે હૉર્મોન્સ માં અસંતુલન ને કારણે થાય છે. તેનો ઈલાજ શક્ય છે ડૉકટરની યોગ્ય સલાહ લઇ પ્રેગ્નન્સી પ્લાન કરવી.