દહીં કચોરી

સામગ્રી

કણિક બાંધવા માટે : 2 કપ મેંદો, મીઠું, સ્વાદાનુસાર, 1/4 કપ પિગાળેલું ઘી

પૂરણ માટે : 1/2 કપ પીળી મગની દાળ, 2 થી 3 કલાક માટે પલાળીને ગાળી લો. 3 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન આદું-લીલાં મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન મરચું પાઉડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, મીઠું, સ્વાદાનુસાર, 1 ટેબલસ્પૂન આમચૂર પાઉડર, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ, દહીં કચોરી માટે અન્ય સામગ્રી, તેલ, તળવા માટે

પીરસીને આપવા માટે : 12 ટેબલસ્પૂન બાફેલાં મિક્સ ફણગાવેલાં કઠોળ, 3 કપ દહીં, 6 ટેબલસ્પૂન ખજૂરની ચટણી, 3 કપ તીખી ફૂદીના ચટણી, 6 ટેબલસ્પૂન સેવ, શેકીને ભુક્કો કરેલું જીરું છંટકાવ માટે, 6 ટીસ્પૂન બારીક સમારેલી કોથમીર

રીત

કણિક બાંધવા માટે : બધી સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગી કરી સારી રીતે મિક્સ કરી દો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને અર્ધ-નરમ કણિક તૈયાર કરી દો. ભીના મલમલના કપડાથી કણિકને ઢાંકી દો અને 15થી 20 મિનિટ માટે એક બાજુ પર રાખો.

પૂરણ બનાવવા માટે : મગની દાળને પાણીનો ઉપયોગ કર્યા વિના મિક્સરમાં ફેરવી દરદરું મિશ્રણ તૈયાર કરી લો. એક બાજુ પર રાખો. એક ખુલ્લી નૉનસ્ટિક પૅનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો. જ્યારે જીરું તતડવા માંડે ત્યારે તેમાં હિંગ અને પીળી મગની દાળનું મિશ્રણ ઉમેરો. સારી રીતે મિક્સ કરી થોડી સેકન્ડ માટે મધ્યમ તાપ પર રાંધી લો. તેમાં આદું-લીલાં મરચાંની પેસ્ટ, આમચૂર પાઉડર, મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું અને ચણાનો લોટ નાખો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી 4થી 5 મિનિટ સુધી અથવા મગદાળ હળવી બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. ઠંડું કરો અને 12 સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

દહીં કચોરી બનાવવા માટે : કણિકના 12 સરખા ભાગ પાડો. દરેક કણિકના ભાગને 75 મી. મી. (3 ઇંચ)ના ગોળ આકારમાં વણી લો. હવે મગની દાળના પૂરણનો એક ભાગ મધ્યમાં મૂકો. તે પછી તેને દરેક બાજુએથી વાળીને વચ્ચેથી બંધ કરી ઉપરના વધારાના લોટને કાઢીને થોડોક દબાવી લો. પૂરણથી ભરાયેલા ભાગને 63 મી. મી. (2 1/2 ઇંચ) ના ગોળ આકારમાં વણી લો. સુનિશ્ચિત કરો કે પૂરણ બહાર નહીં આવે. તમારા અંગૂઠાથી કચોરીના કેન્દ્રમાં ધીમેથી દબાવો. રીતક્રમાંક 2થી 6 પ્રમાણે વધુ 11 કચોરીઓ તૈયાર કરો. એક ઊંડી નોનસ્ટિક કઢાઈમાં મધ્યમ તાપ પર તેલને ગરમ કરો અને પછી એક સમયે ધીમી આંચ પર 3 કચોરીઓ બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. તેને ટિશ્યૂ પેપર પર કાઢી લો. રીતક્રમાંક 8 અને 9 પ્રમાણે વધુ 9 કચોરીઓને તળી લો.

દહીં કચોરીને પીરસીને આપવા માટે : સર્વિંગ પ્લેટમાં 2 કચોરીઓ મૂકો અને દરેક કચોરીની મધ્યમાં ખાડો બનાવો. દરેક કચોરીના ખાડામાં 1 ટેબલસ્પૂન મગ સ્પ્રાઉટ્સ મૂકો. તેમાં 1/2 કપ ફેંટી લીધેલું દહીં, 1 ટેબલસ્પૂન ખજૂરની ચટણી, 1 1/2 ટીસ્પૂન તીખી ફૂદીનાની ચટણી એકસરખી રીતે તેના ઉપર નાંખો. તેના ઉપર 1 ટી સ્પૂન સેવ, થોડો જીરું પાઉડર નાંખો અને છેવટે તેના પર 1 ટીસ્પૂન કોથમીરથી સજાવો. રીતક્રમાંક 1થી 4 પ્રમાણે વધુ 5 પ્લેટ દહીં કચોરી બનાવી લો. દહીં કચોરીને તરત જ પીરસો.


પપૈયા ઓરેન્જ ડ્રિંક

સામગ્રી

પપૈયા ઓરેન્જ ડ્રિંક માટે : 2 કપ તાજો સંતરાંનો રસ, 2 કપ મોટાં સમારેલાં પપૈયાં, 1/2 કપ ઘાટું નાળિયેરનું દૂધ, પીરસવા માટે ભુક્કો કરેલો બરફ

રીત

પપૈયા ઓરેન્જ ડ્રિંક બનાવવા માટે

પપૈયા ઓરેન્જ ડ્રિંક બનાવવા માટે બરફ સિવાયની બધી સામગ્રીને ભેગી કરો અને મિક્સરમાં સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરી લો. દરેક ગ્લાસમાં થોડો ભુક્કો કરેલો બરફ મૂકો. તેના પર પપૈયા ઓરેન્જ ડ્રિંક રેડો. પપૈયા ઓરેન્જ ડ્રિંક તરત જ પીરસો.


  • Follow us on: