ચહેરા ઉપર રહેલા વણજોઇતા વાળને દૂર કરવા મોટાભાગે આપણે વેક્સ કરાવતાં હોઈએ છીએ. જોકે ઘણી સ્ત્રીઓ વેક્સને બદલે બ્લીચ કે શાઇનરનો ઉપયોગ કરે છે. વેક્સ એક વાર કરાવો એટલે પછીથી આવેલા વાળ વધારે ડાર્ક આવતા હોવાના દાખલા છે એટલે બ્લીચ કે શાઇનરનો ઉપયોગ વધારે સરળ પડે છે, જોકે બ્લીચ અને શાઇનર લાંબેગાળે ત્વચાને બગાડવાનું કાર્ય કરતાં હોય છે એટલે તેનાથી દૂર રહેવું વધારે સારું રહેશે. તો પછી સવાલ એ થશે કે ચહેરાના વાળ દૂર કરવા શું કરવું? વૅલ, તો જવાબ છે ઘરગથ્થુ ઉપાય. આ ઉપાય તમારા ચહેરાની રુવાંટી દૂર કરવાની સાથે સાથે સ્કિનને પણ ડાઘરહિત તેમજ ગ્લોઇંગ બનાવે છે. તો ચાલો તે વિશે જાણી લઈએ.
રાઇસ ફ્લોર સ્ક્રબ










