કોઈ પણ દેશનો ઈકોનોમીમાં ડંકો ત્યારે જ વાગે જ્યારે એ દેશ પાસે નાવીન્યસભર ઉદ્યોગો હોય. ઉદ્યોગથી સમૃદ્ધિનો પાયો મજબૂત થાય છે. નવા સાહસિકો કૌશલ્યસભર ઉદ્યોગની વાત માંડે તો એમને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ ધ કોમનવેલ્થ સ્કોલરશિપ કમિશન કરશે. ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના હેતુ સાથે બ્રિટન સરકાર દ્વારા આ ફેલોશિપ ધ કોમનવેલ્થ સ્કોલરશિપ કમિશન આપવામાં આવે છે. આ ફેલોશિપ સાથે વિશ્વવિખ્યાત અને દુનિયાની સર્વાધિક લોકપ્રિય શૈક્ષણિક સંસ્થા ઈમ્પીરિયલ કોલેજ લંડન સંલગ્ન છે. જેમનો ઉદ્દેશ ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયોને સમૃદ્ધ બનાવવાનો, કાર્યક્ષમ રીતે કામગીરી કરી શકે અને પોતાના દેશમાં રોજગારીનું સર્જન કરીને ઉદ્યોગોને વેગ આપવાનો હતો. ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.

પ્રોગ્રામ

સહભાગી સાહસિકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે.

સહભાગી થયેલાઓને આવશ્યક કૌશલ્યોની માહિતી અને તાલીમ પ્રદાન કરવામાં આવે છે.

અત્યાધુનિક જ્ઞાનની સાથે રોબસ્ટ ગ્લોબલ નેટવર્ક પ્રદાન કરવામાં આવે છે.

મહત્ત્વની બાબતો

ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ.

સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.

ઉમેદવારે બેચલર ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.

અંગ્રેજી ભાષા પર પકડ હોવી અનિવાર્ય છે.

છેલ્લાં પાંચ વર્ષમાં કોમનવેલ્થ પ્રોફેશનલ ફેલોશિપનો લાભ લીધેલો ન હોવો જોઈએ.

પસંદગી

પ્રોડક્ટ, સર્વિસ અને માર્કેટના સંદર્ભમાં નવીનતાનો પુરાવો આપવાનો રહેશે.

ઓછામાં ઓછા છ મહિના માટે નિયમોને આધીન ઉત્પાદન વિકાસમાં સક્રિય રહેવાની ખાતરી અને ટીમના સભ્યો તરફથી સ્પષ્ટ પ્રતિબદ્ધતા આપવાની રહેશે.

જે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે એ માર્કેટમાં અવેલેબલ છે અને ગ્રાહકો સાથે જોડાણ કરી શકે છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે.

પ્રિ સેલ અને પ્રારંભિક વેચાણમાં નોંધાયેલ બાબતોની તપાસ કરવામાં આવે છે.

પ્રોડક્ટ ડિમાન્ડના પુરાવા અને કરારો આપવાના રહેશે.

સહાય

પસંદગી પામેલા સ્ટાર્ટઅપ ટીમના કોઈ પણ એક મેમ્બરને ઘાનામાં થનારા બૂટકેમ્પમાં બોલાવવામાં આવે છે.

ઉમેદવારને એર રિટર્ન ટિકિટ આપવામાં આવે છે.

આ દરમિયાન એકોમોશનથી લઈને અન્ય ખર્ચ આપવામાં આવે છે.

બિઝનેસ અથવા પાર્ટિસિપેન માટે થયેલો ખર્ચ આપવામાં આવે છે.

વિઝા એપ્લિકેશન ફીથી લઈને અન્ય જે ખર્ચ થાય છે એ નિયમોને આધીન આપવામાં આવે છે.

બિઝનેસ સ્ટાર્ટઅપ માટે ગ્લોબલ નેટવર્કથી લઈને અન્ય જે જરૂરી હોય તે મદદ પૂરી પાડવામાં આવે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ

17 ફેબ્રુઆરી, 2025

અરજી

અરજી ઓનલાઈન કરવાની રહેશે.

અરજી માટેઃ https://tinyurl.com/4m47x9tn

અરજી માટે ઉમેદવારે પોર્ટલ પર એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે.

અરજી સાથે ઉમેદવારે શૈક્ષણિક અને ઉદ્યોગ સંબંધિત માહિતીસભર દસ્તાવેજો આપવાના રહેશે.

250 શબ્દોમાં સ્ટાર્ટઅપ બાબતે માહિતી આપવાની રહેશે.

કોમ્પિટિટર રિસર્ચ, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, બિઝનેસ પ્રોબ્લેમ, સોલ્યુશન અને મોટિવેશન ફોર ધ જોઈનિંગ પ્રોગ્રામ બાબતે મર્યાદિત શબ્દોમાં માહિતી આપવાની રહેશે.

સ્ટાર્ટઅપ ફેલોશિપની માહિતી માટે

https://tinyurl.com/ypuz3a72

પૂછપરછ માટેઃ

[email protected]