ફિલ્મી દુનિયાની લવસ્ટોરીમાં સાયરાબાનુ અને દિલીપકુમારની લવસ્ટોરી ફેમસ છે! સાયરાબાનુ દિલીપકુમારને એ હદે પ્રેમ કરતાં હતાં કે માત્ર 22 વર્ષની ઉંમરે જ 44 વર્ષીય દિલીપકુમાર સાથે તેમણે લગ્ન કરી લીધાં હતાં! 2021માં જ 60ના દશકના સુપરસ્ટાર દિલીપકુમારના નિધનથી તેમના ચાહકોનાં દિલ તૂટી ગયાં હતાં. દિલીપકુમારના નિધનથી સૌથી વધુ આઘાત સાયરાબાનુને લાગ્યો હતો, તેઓ હજી પણ આ આઘાતમાંથી બહાર આવી જ શક્યાં નથી! તેના લીધે તેઓ વધુ ને વધુ બીમારી તરફ ધકેલાઈ રહ્યાં છે! મુમતાઝ તેમને મળવા પાલી હિલસ્થિત બંગલા પર પણ ગયાં હતાં તો પણ તેમને કોઈ ફાયદો થયો નહીં. મુમતાઝે જણાવ્યું હતું કે દિલીપકુમારના નિધનથી ખૂબ જ દુઃખી થઈને તેઓ એકલતામાં સરી ગયાં છે અને પોતાની જાતને એક રૂમમાં જ કેદ કરી નાખી છે. તેમને હું મળી જ ન શકી!

કરિશ્મા કપૂરના એકદમ અલગ લુકની ઝલક બતાવશે : બ્રાઉન









