દુનિયાના સૌથી ધનાઢ્ય દેશોમાં આવતા સિંગાપોરની ઓળખ ટેક્નોલોજીમાં સૌથી અનોખી છે.

સિંગાપોર અને ભારતનો નાતો ઐતિહાસિક અને પૌરાણિક રહ્યો છે. આ દેશની સત્તાવાર ભાષામાં તમિલ ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીયોની સંખ્યા પણ ઘણી છે. સૌથી વધુ પર કેપિટા ઈન્કમ ધરાવતા હાઈલી ડેવલપ્ડ કન્ટ્રી સિંગાપોરમાં અભ્યાસ કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ઈનોવેશન, રિસર્ચ, ડેવલપમેન્ટ અને એકેડેમિક કરિયર માટે ઉત્સુક ઉમેદવારો નિયમોને આધીન અરજી કરી શકે છે.

સિંગાપોર યુનિવર્સિટી 

એજન્સી ફોર સાયન્સ, ટેક્નોલોજી એન્ડ રિસર્ચ

નેનયંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી

નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર

સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઈન

સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટી

સિંગાપોર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી

રિસર્ચ એરિયા

બાયોમેડિકલ સાયન્સ

કમ્પ્યૂટિંગ એન્ડ ઈન્ફર્મેશન સાયન્સીસ

એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી

ફિઝિક્લ સાયન્સ

મહત્ત્વની બાબતો

ભારતીય નાગરિક હોવું ફરજિયાત છે.

ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ અથવા કરતા હોવા જોઈએ.

ઉમેદવાર જે વિષયમાં રિસર્ચ કરવા ઈચ્છતા હોય તે મુજબ બેચલર અથવા માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ.

ઉમેદવાર ઉપરોક્ત વિષયો ઉપરાંત જે તે યુનિવર્સિટી માન્ય પીએચડી પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે.

ઉમેદવારે જીઆરઈ પરીક્ષામાં ગુડ સ્કોર મેળવેલો હોવો જોઈએ. આઈઈએલટીએસ, ટોફેલ, સેટ અને ગેટ જેવી પરીક્ષાઓના રિઝલ્ટ જે તે યુનિવર્સિટીઓના માપદંડ પર આધાર રાખે છે.

આઉટ સ્ટેન્ડિંગ રિસર્ચર તરીકેનું પર્ફોર્મન્સ હોવું જોઈએ અને રિસર્ચમાં આગળ વધવા માગતા હોય.

અંગ્રેજી ભાષા પર પકડ હોવી અનિવાર્ય છે.

એકેડેમિક રેફરી તરફથી ગુડ માર્કિંગ સાથે રિપોર્ટ મળેલો હોવો જરૂરી છે.

ઉમેદવારે આ પહેલાં કોઈ પણ પ્રકારનો સિંગાપોરમાં કરિયર એવોર્ડ કે સન્માન ફેલોશિપ મેળવેલી ન

હોવી જોઈએ.

ઉમેદવારની પસંદગી એકેડેમિક ટ્રેક રેકોર્ડના આધારે કરવામાં આવે છે.

એવોર્ડનો લાભ વધુમાં વધુ ચાર વર્ષ માટે મળવાપાત્ર છે.

સહાય

એર ફેર ગ્રાન્ટ માટે 1500 સિંગાપોર ડોલરની ગ્રાન્ટ આપવામાં આવે છે.

ઉમેદવારની ટ્યૂશન ફી પૂરી પાડવામાં આવે છે.

2700 સિંગાપોર ડોલર મંથલી સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. ક્વોલિફાઈંગિસ એક્ઝામિનેશન પાસ કર્યા બાદ સ્ટાઈપેન્ડ 3200 સિંગાપોર ડોલર આપવામાં આવે છે.

1000 સિંગાપોર ડોલર વન ટાઈમ સેટિંગ ઈન એલાઉન્સિસ તરીકે આપવામાં આવે છે.

ઓન કેમ્પસ એકોડેમેશન પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રાયોરિટી બેઝ પર આપવામાં આવે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ

01 જૂન, 2025

(જાન્યુઆરી, 2026થી શરૂ થતા અભ્યાસક્રમ માટે)

અરજી

અરજી ઓનલાઈન કરવાની રહેશે.

અરજી માટેઃ https://tinyurl.com/5cwxz9hx

ઉમેદવારે સ્કોલરશિપ પોર્ટલ પર એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે.

અરજી કરતા પહેલાં ફરજિયાતપણે નીતિ નિયમો

વાંચી લેવા.

ઉમેદવારે શૈક્ષણિક દસ્તાવેજો અને રેફરન્સ આપવા

જરૂરી છે.

અધૂરી માહિતી સાથેની અરજી માન્ય ગણવામાં

આવશે નહીં.

પૂછપરછ માટે

[email protected]

[email protected]

એવોર્ડની માહિતી માટે

https://tinyurl.com/2s4apms6