સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે નવાં નવાં સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં ઇન્ડોનેશિયાના બાલી ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં g-20 ડિજિટલ ઇનોવેશન નેટવર્ક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેલંગાણાના ચાર મૉડેલે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ છે સો સૌથી વધુ આશાજનક સ્ટાર્ટ અપની તલાશ કરવી, જે હેલ્થકેર અક્ષય ઊર્જા સ્માર્ટ સોસાયટી આર્થિક બાબતો અને આપૂર્તિ શૃંખલા બાબતે નોંધપાત્ર પ્રદર્શન કરી શકે. આ કાર્યક્રમની થીમ the rise of digital economy post pandemic recovery and beyond છે. ફોરમની શરૂઆત ઇટલીમાં વર્ષ 2021માં થઈ હતી. ભારતમાં તેલંગાણામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે સરકાર દ્વારા મિશન ચલાવવામાં આવે છે, જે નાસ્કોમ દ્વારા સંચાલિત છે. તેલંગાણા સરકાર દ્વારા ચલાવવામાં આવતા રેવ એપ પ્રોગ્રામ અંતર્ગતનાં આ ચાર સ્ટાર્ટ અપ બાલીમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.



  • Follow us on: