કોઈ યુવતી કે યુવક તમારી સાથે બે-ચાર વાત પ્રેમથી કરી લે કે હસી લે તો તમે માની લો કે તે તમારા પ્રેમમાં છે, પરંતુ એ સત્ય નથી. આવું જ કંઈક સેક્સની બાબતમાં પણ છે. સેક્સને લઈને જેટલી વાતો, કહાનીઓ, મિથક (ભ્રમણા) વગેરે છે કે જે સત્યની થોડા નજીક હોવા છતાં પણ નજીક નથી હોતા. એક સામાન્ય વિચાર છે કે લગ્નનો મુકામ માત્ર સેક્સ જ છે. સેક્સ કંટાળો દૂર કરવાની એક રીત છે.
ઓર્ગેઝમ વિનાનું સેક્સ નકામુ છે. એ દિવસોમાં ન કરવું જોઈએ, આ રીતે કરવું જોઈએ ને આ રીતે નહીં... વગેરે...વગેરે... સાચું તો એ છે કે જો તમે સેક્સની બાબતમાં સાંભળેલી અડધી-અધૂરી જાણકારીઓ પર ભરોસો કરશો તો ખરેખર તમારી `બેડ લાઈફ' બરબાદ થઈ જશે. સેક્સોલોજિસ્ટ્સ તથા ડૉક્ટર્સનું માનવું છે કે સેક્સ સ્વાસ્થ્યને સબળું રાખે છે. જોકે, કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સેક્સ વર્જિત હોવું જોઈએ નહીંતર સ્વાસ્થ્ય માટે તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. જેમ કે, ઇન્ફેક્શન, સંક્રમણ વગેરે જેવી બીમારીઓ.
મન પ્રસન્ન થઈ જશે
લોકોનું માનવું છે કે સેક્સ શરીરની જરૂરિયાત છે. આવી સ્થિતિમાં ક્યારેય, ક્યાંય પણ સેક્સ માટે ના પાડવી જોઈએ નહીં. વાસ્તવમાં આ સાચું નથી. સેક્સ શરીરની જરૂરિયાત છે, પરંતુ કોઈ પણ પ્રકારના દબાણમાં કરવામાં આવેલી કોઈ પણ ક્રિયા ક્યારેય ખુશી આપી શકતી નથી. વાસ્તવમાં સેક્સ શારીરિક જરૂરિયાત પૂરી કરવાની સાથે માનસિક તથા ભાવનાત્મક શાંતિ પણ આપે છે.
નકલ નહીં, અસલી જાણકારી જરૂરી
યુરોપિયન દેશોમાં ઓરલ સેક્સ ખૂબ જ પ્રચલિત છે. જોકે, ભારતમાં તે ભારતીય દંડસંહિતાની કલમ 377 અંતર્ગત પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. સેક્સ વિશેષજ્ઞોનું પણ કહેવું છે કે ઓરલ સેક્સ ક્યારેય સુખદ અનુભવ ભલે આપે, પરંતુ તેની સાથે કેટલીક એવી બાબતો પણ જોડાયેલી છે જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા જેમ કે, ટ્રાન્સમિટેડ ડિસીઝ, એચઆઈવી અથવા ગળાનું કેન્સર.
એવું વિચારવામાં આવે છે કે માત્ર પુરુષો જ સેક્સુઅલ ફેન્ટસીનો આનંદ લે છે તો તમે ખોટા છે. સ્ત્રીઓની પણ સેક્સુઅલ ફેન્ટસી હોય છે, ભલે તે પોતાના પાર્ટનરની સાથે તેને શૅર ન કરે. જો પાર્ટનર સેક્સ દરમિયાન કોઈ પ્રકારનો અવાજ ન કરે તો એનો અર્થ એ નથી કે તે સેક્સને એન્જોય નથી કરી રહી. સેક્સ દરમિયાન કેટલીક સ્ત્રીઓ અવાજ કરે છે તો કેટલીક શાંતિથી સેક્સને એન્જોય કરે છે. દરેક વખતે પાર્ટનર અવાજની અપેક્ષા રાખે તે ખોટું છે. સેક્સ દરમિયાન તમે ચરમસુખ (ઓર્ગેઝમ) ન અનુભવો તો તમે એબનોર્મલ છો આવું વિચારવું સો ટકા ખોટું છે. ઘણી સ્ત્રીઓ ઓર્ગેઝમ સુધી પહોંચે છે, પણ પોતે તેના વિશે જાણતી નથી.
ફર્સ્ટ ટાઈમ હોય ત્યારે ક્રેઝી ન થશો
તમે વિચારી રહ્યા હો કે તમારો પહેલી વાર સેક્સ કરવાનો એક્સપીરિયન્સ માઈન્ડ બ્લોઈંગ હશે તો તે યોગ્ય નથી. યાદ રાખો, તે તમારા માટે નવો અનુભવ છે, તેથી જરૂરી છે કે તમે બધું આરામથી કરો. હંમેશાં એવું કહેવામાં આવે છે કે પહેલી વાર સેક્સ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે, પરંતુ જો બરાબર રીતે ફોરપ્લે કરવામાં આવે અને તમે તેના માટે સંપૂર્ણપણે તૈયાર હો તો પહેલી વાર સેક્સ કરવાનું ખૂબ જ સરળ બની જાય છે અને દર્દ પણ ઓછું થાય છે. બની શકે કે તમને પહેલી વાર સારો એક્સપીરિયન્સ ન હોય, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે સમયની સાથે બધું સારું થતું જશે. એવી ધારણા છે કે પહેલી વાર સેક્સનો સમયગાળો બહુ લાંબો હોય છે અને તેનો અંત ઓર્ગેઝમ સ્વરૂપે હોય છે, પરંતુ આ ધારણા સાચી નથી અને ઓર્ગેઝમની બાબતમાં સ્ત્રીઓને નિરાશા હાથ લાગી શકે છે. તેથી જરૂરી છે કે પહેલી વાર સેક્સ દરમિયાન કોઈ પણ પ્રકારની આશા વગર માત્ર એન્જોય કરવાનો પ્રયત્ન કરો. ફોરપ્લેમાં વધારે સમય ગાળો.
આટલું જરૂર જાણો
મિથકઃ યુવતી પહેલી વાર સેક્સ કરે, ત્યારે પ્રેગ્નન્ટ નથી થતી.
સત્યઃ તમે પહેલી વાર સેક્સ કરો કે અનેક વાર, પ્રેગ્નન્ટ થવાના ચાન્સ બંનેમાં સરખા જ છે. આવી સ્થિતિમાં સેફ સેક્સ ન માણવાનું ભારે પડી શકે છે.
મિથકઃ પીરિયડમાં સેક્સ કરવાથી પ્રેગ્નન્સી રહેતી નથી.
સત્યઃ ગમે ત્યારે કરવામાં આવેલું સેક્સ પ્રેગ્નન્ટ કરી શકે છે. તેનું એક મોટું કારણ એ છે કે સેક્સ પછી સ્ત્રીઓના શરીરમાં ઘણો સમય સુધી સ્પર્મ રહે છે.
મિથકઃ કોઈ ખાસ પોઝિશનમાં માણેલું સેક્સ પ્રેગ્નન્સીથી બચાવે છે.
સત્યઃ ડૉક્ટર્સ કહે છે કે પ્રેગ્નન્સીની શક્યતાઓ ત્યારે ખાસ હોય છે જ્યારે તમે કોઈ પ્રોટેક્શનનો ઉપયોગ ન કરતા હો. પોઝિશન પ્રેગ્નન્સી રોકી શકતી નથી.
શિક્ષણ જરૂરી છે
-શિક્ષણ કે જાણકારીની ઊણપ અને જાગરુકતાના અભાવને કારણે સેક્સને લઈને અનેક સવાલો મનમાં પેદા થાય છે. લોકોને ભ્રમ રહે છે. યોગ્ય જાણકારી ન હોવાથી સેક્સ વિશે હંમેશાં અંદાજો લગાવે છે કે જે ખોટું છે. ઘણા લોકો સેક્સ બાબતે ખચકાય છે તો કેટલાક જાણકારીના અભાવમાં સારી રીતે એન્જોય કરી શકતા નથી. એક રિસર્ચ અનુસાર 14 ટકા પુરુષ સેક્સ અંગે દર સાત મિનિટે વિચારે છે. જોકે, તેનો અર્થ એ બિલકુલ નથી કે પુરુષો હંમેશાં સેક્સ માટે તૈયાર જ હોય છે.
- મોટાભાગના લોકો માને છે કે જો કોઈ વ્યક્તિ સેક્સ બાબતે ખૂલીને વાત ન કરી રહી હોય અથવા તો પોતાની સેક્સુઅલ ઇચ્છાઓ ન જણાવી રહી હોય તો તેને ચોક્કસ કોઈ બીમારી છે. આવું વિચારવું ખોટું છે. ઘણી વાર વ્યક્તિ સંકોચવશ તો ઘણી વાર પોતાના વ્યવહાર-સ્વભાવને કારણે પણ સેક્સ બાબતે ખૂલીને વાત કરી શકતી નથી.
-એક મિથક એ પણ છે કે લગ્ન પહેલાં સેક્સનો કોઈ દુષ્પ્રભાવ નથી હોતો, પરંતુ જો તમે પ્રોટેક્શન ન લો તે તે જોખમી જરૂર બની શકે છે. એટલું જ નહીં, લગ્ન પહેલાં સેક્સ માણવાથી શારીરિક રીતે કોઈ ફરક ભલે ન પડતો હોય, પરંતુ તેનો માનસિક દુષ્પ્રભાવ જરૂર હોય છે.