શાહરુખના દીકરાની કોઈ પણ બાબત હોય તે ટૉક ઓફ ધ ટાઉન બન્યા વગર રહેતી નથી. આમ પણ તે શાહરુખનો દીકરો છે એટલે આવી લાઇમલાઇટ તો એને મળતી જ રહેવાની. ઘણી વાર આવા કિસ્સાઓમાં એવું પણ બનતું હોય છે કે પિતા ફેમસ હોય, તેમની વગ ઉપર સુધી હોય અને પછી કોઇ કારણે એના નામે વિવાદ ઊભો થાય તો એનાં સંતાનોના નામે પણ આપોઆપ અમુક વિવાદો ઊભા થઈ જતાં હોય છે. આનાથી તદ્દન વિપરીત એવું પણ બનતું હોય છે કે પિતાની પોપ્યુલારિટીનો લાભ બાળકો ભરપૂર મેળવતા હોય છે. એમનું એરોગન્સ, વર્તન આ બધું જ પિતાના પૈસા અને પોપ્યુલારિટી બંને બતાવતાં હોય છે. આર્યન ખાનના કેસમાં બીજા નંબરનો દાખલો લાગુ પડે છે. આર્યનને જોતાંની સાથે જ તેના ચહેરા ઉપરથી ભારોભાર એરોગન્સ ઝળકાઈ આવે છે.


 જોકે એની ઉપર કેસ થયો એ પછી એના વર્તનમાં તોય થોડો ઘણો સુધારો આવ્યો છે, એવી તેના નજીકના લોકોનું માનવું છે. વૅલ, તો વાત એવી છે કે આર્યન કંઈ પણ કરે તે ચર્ચામાં તો રહે જ છે. વળી એનાં અનેક સ્ટારપુત્રીઓ સાથેનાં અફેરની ચર્ચાઓ પણ અવારનવાર ચર્ચાતી રહી છે. આ લિસ્ટમાં નવ્યા નવેલીનું નામ પહેલું આવ્યું હતું. નવ્યા અને આર્યનનો તો ક્ષોભજનક વીડિયો પણ ખૂબ વાઇરલ થયો હતો. આ વીડિયોમાં બંને ક્ષોભજનક સ્થિતિમાં જોવા મળ્યાં હતાં, એ વીડિયો બાદ અમિતાભે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ વીડિયો સાચો નથી, તેની સાથે છેડછાડ થઇ છે અને કોઇ બીજાના બોડી ઉપર નવ્યા તેમજ આર્યનના ચહેરા ફિટ કરીને રાખી દીધા છે.

નવ્યા બાદ આર્યનનું નામ અનન્યા પાંડે, શનાયા કપૂર સાથે પણ જોડાઇ ચૂક્યું છે. હાલમાં એ બ્રાઝિલિયન મૉડેલ એક્ટ્રેસ લારિસ્સાને ડેટ કરતો હોવાની વાત ખૂબ ચર્ચાઈ રહી છે. લારિસ્સા બોનેઝીને તેણે પોતાની બ્રાન્ડનું જેકેટ પણ ગિફ્ટ કર્યું હતું, એ સિવાય એ તેના ઘરે મન્નતમાં ડિનર માટે પણ ગઇ હતી. લારિસ્સા અને તે કોન્સર્ટમાં પણ સાથે જોવા મળ્યાં છે. લારિસ્સા આર્યન કરતાં મોટી છે, તેની ઉંમર 34 વર્ષ છે. આર્યન સોશિયલ મીડિયા પર લારિસ્સાના પરિવારને પણ ફોલો કરે છે. એના વચ્ચે શું ચાલી રહ્યું છે એની જાણ આવનારા સમયમાં થશે.

  • Follow us on: